ETV Bharat / state

Bharuch Crime : મામાએ સંબંધોના તાર તાર પીંખી નાખ્યા, માત્ર 14 વર્ષીય ભાણી પર આચર્યું દુષ્કર્મ - Bharuch minor girl rap

ભરૂચના અંકલેશ્વરમાં નરાધમ સગા મામાએ ભાણકી પર દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મ આચરીને મામાએ ભાણકીને કોઈને વાત ન કરવાની ધમકી આપી હતી. પરંતુ મામાનું પાપ છાપરે ચડીને પોકારતા નરાધમ મામાની પોલીસ ધરપકડ કરી લીધી છે.

Bharuch Crime : મામાએ સંબંધોના તાર તાર પીંખી નાખ્યા, માત્ર 14 વર્ષીય ભાણી પર આચર્યું દુષ્કર્મ

author img

By

Published : Apr 21, 2023, 8:54 PM IST

ભરૂચના અંકલેશ્વરમાં નરાધમ સગા મામાએ ભાણકી પર દુષ્કર્મ આચર્યું

ભરૂચ : અંકલેશ્વરમાં ગાડી શીખવવાના બહાને સગા મામાએ જ સગીર વયની ભાણીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ચોંકાવનારી ફરિયાદ GIDC પોલીસ મથકે નોંધાઈ હતી. નાસ્તાની લારી ચલાવતા બહેનની 14 વર્ષીય દીકરીને ગાડી શીખવવાના બહાને મામાએ ઝાડીઓમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે નરાધમ મામાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો : પોલીસ સૂત્રો મુજબ અંકલેશ્વર GIDCમાં બે સંતાનના પિતા જેને ખુદ દીકરી છે. છતાં પુત્રી તુલ્ય ભાણી સાથે બદકામ કરી સંબંધો તાર તાર કરી નાખ્યા હોવાનો સમાજમાં ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ગત જાન્યુઆરી માસમાં અંકલેશ્વર GIDCમાં રહેતા મામાએ પોતાના સગા બહેનબનેવી જે ચા-નાસ્તાની લારી ચલાવે છે ત્યાં ગયો હતો. પોતાની દીકરી સમાન 14 વર્ષ અને 6 મહિનાની ભાણીને ગાડી શીખવાની લાલચ આપી હતી. મામા સાથે ગાડી શીખવા જતા હોવાથી માતા-પિતાને પણ આંખો મીંચી વહાલસોઈ પુત્રી ગાડી શીખવા મોકલી આપી હતી.

આ પણ વાંચો : Surat Crime : સુરતમાં સ્પોકન ઇંગલિશના નરાધમ શિક્ષકે શિક્ષણ જગતને કલંકિત કર્યું

માસૂમને પીંખી નાખી : જોકે કળિયુગી નરાધમ મામાએ ભાણીને ગાડી શીખવવાના બહાને નજીક આવેલા ઝાડી ઝાંખરામાં લઇ જઈને માસૂમ ભાણીને પીંખી નાખી હતી. મામાએ ભાણીને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સગીરા મામાના ડરથી ચુપી સેવી લીધી હતી. જોકે મામાનું પાપ રૂપી હોવાથી છાપરે ચડી પોકારતા સગીરા કાચી ઉંમરે ગર્ભવતી બની ગઈ હતી. સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પુત્રીના ગર્ભ બાબતે પરિવારને જાણ થતા તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા.

આ પણ વાંચો : Vadodara Crime : તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ કરી પત્ની ગણાવી દીધી, ચાર વર્ષ બાદ ફરાર થતાં નોંધાઇ ફરિયાદ

નરાધમ મામાની ધરપકડ : આ મામલે તેઓ પુત્રીને વિશ્વાસમાં લઇ પૂછતાં કંસ રૂપી મામાના કુકર્મોની ડરામણી ઘટના સામે આવી હતી. ત્યારબાદ સગીરાના માતા-પિતા અને નરાધમ મામા સામે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ઘરી હતી. આ દરમિયાન GIDC પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ મામાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.