ETV Bharat / state

ભરુચ LCBએ અંકલેશ્વર ખાતેથી બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક ઝડપી

ભરુચ LCBએ અંકલેશ્વર ખાતેથી બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ટ્રકમાં ભરેલો દારૂનો મોટા પાયે જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રકમાં રૂપિયા 13 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સહિત 18 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ભરુચ LCBએ અંકલેશ્વર ખાતેથી બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક ઝડપી
ભરુચ LCBએ અંકલેશ્વર ખાતેથી બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક ઝડપી
author img

By

Published : Nov 12, 2020, 8:52 PM IST

  • ભરૂચ LCBએ 13 લાખનો દારૂ પકડ્યો
  • બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ
  • LCBએ કુલ 18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભરુચઃ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ બાતમીના આધારે અંકલેશ્વર હાઇવે નજીકની એક હોટલના કામપૌંદમાં પાર્ક કરેલી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે કુલ 18 લાખ ઉપરાતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ભરુચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટરને બાતમીના આધારે અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ હોટલ સિલ્વર સેવનના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલ એક ટ્રક ઊભેલી છે. જેને લઇને ક્રાઇમ બ્રાંચની ટીમે સ્થળ પર જઇ ટ્રક નંબર MH-18-M-8476માં તપાસ હાથ ધરી હતી. આ ટ્રકમાંથી વિદેશી દારૂ તથા બિયરના 465 બોક્સ મળી આવ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા આસપાસ તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ટ્રકનો ચાલક મળી આવ્યો ન હતો. સૂત્રોએ કુલ 20 હજાર 144 નંગ બોટલ કબ્જે કરી છે. જેની કિમત 13 લાખ 38 હજાર 400 થાય છે. ક્રાઇમ બ્રાંચની ટીમે વિદેશી શરાબ તથા ટ્રક મળી કુલ 18 લાખ 49 હજાર 400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.