ETV Bharat / state

Bharuch crime news: ભરૂચમાં વેપારી પર થયેલા ફાયરિંગના બનાવમાં ચોંકાવનારો ખુલાસો, પુત્રએ જ પિતાની હત્યા માટે સોપારી આપી હતી - ભરૂચમાં વેપારી પર થયેલા ફાયરિંગ

ભરૂચના મકતમપુર ખાતે માટલા અને નર્સરીના માલિક ઉપર 4 રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં ફરિયાદી સગો પુત્ર લલન જ પિતાની હત્યાની સોપારી આપનાર મુખ્ય આરોપી નીકળ્યો છે. ભરૂચ LCB એ બિહારના 3 શૂટર સહિત પુત્રની ધરપકડ કરી છે.

bharuch-firing-case-son-gave-betel-nut-to-kill-the-father

author img

By

Published : Apr 23, 2023, 7:16 PM IST

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ

ભરૂચ: ભરૂચના મકતમપુર ખાતે ગત 11 એપ્રિલે શિવશંકર નર્સરી તથા માટલાનો વેપાર કરતા વેપારી ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. અજાણ્યા શાર્પ શૂટરોએ હથીયારો વડે અંધાધૂંધ ફાયરીંગ કરી ભાગી જતા પુત્રે જ બિહારમાં જમીનની 4 વર્ષ જુની અદાવતમાં ફાયરિંગની શંકા ફરિયાદમાં સેવી હતી. મળેલી માહિતી અનુસાર શહેરની ક્લાસિક હોટલમાં વતનના આરોપી 3 મિત્રોને પિતાની હત્યા માટે સોદો કર્યો હતો.

પોલીસ તપાસ તેજ: સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કોશીશ, ગુનાહીત કાવતરૂ તથા આર્મ્સ એકટની સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં LCB પી.આઈ. ઉત્સવ બારોટ અને સી ડિવિઝન PI એચ.બી. ગોહિલ તેઓની ટીમ સાથે તપાસમાં લાગી ગયા હતા. અલગ અલગ ટીમો બનાવી રૂટ ઉપરના CCTV ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી આરોપીઓનું પગેરૂ શોધી વર્ક આઉટ હાથ ધરાયુ હતું.

આરોપીઓ બિહારથી આવ્યા: હત્યાને અંજામ આપવા આરોપીઓ બિહારથી આવ્યા હોવાની કડી મળી હતી. શંકાસ્પદ આરોપીઓ બિહારના શિવહર શહેરમાં છે જે મુજબની હકિકત આધારે ઉપરી અધિકારીની સુચના અને મંજુરી આધારે PSI પી.એમ.વાળા, વી.પી.મલ્હોત્રા ટીમો સાથે રવાના થયા હતા. ગુનાને અંજામ આપનાર શાર્પ શુટર ત્રણેય આરોપીઓને ઝડપી પાડી, ગુના બાબતે પુછપરછ કરતા આરોપીઓએ સનસની ખેજ કેફીયત આપેલ કે, ભોગ બનનાર માટલાના વેપારીનો પુત્ર લલન શાહ મિત્ર હોય તેને જણાવેલ કે પોતાના પિતા સાથે બે ત્રણ મહીનાથી તકરાર ચાલે છે.

પોતાના પુત્રોએ કરાવી પિતાની હત્યા: ત્રણેયને પિતાનું કાસળ કાઢવા ભરૂચ બોલાવતા તેઓ ત્રણેય ટ્રેન મારફતે ભરૂચ આવેલા પિતાની હત્યાની સોપારી આપનાર પુત્ર લલન શાહે હોટલ ક્લાસિક ખાતે રોકાણની વ્યવસ્થા કરી હતી. શાર્પ શુટરો પકડાયા બાદ ફરીયાદ આપનાર પુત્ર લલન શાહ ઉપર પ્રબળ શંકા ઉપજેલ અને તેને ઝડપી પાડી ઊંડાણપુર્વકની પુછપરછ હાથ ધરતા ફરીયાદી લલન શાહે ગુન્હાની કબુલાત કરી હતી. પોતાના પિતા સાથે નાણાંકીય લેવડ - દેવડ બાબતે તકરાર ચાલતી હતી. વર્ષ 2019 માં વતન બિહારમાં પિતા રામ ઈશ્વર શાહ પર હુમલા બાદ લલને લાખો રૂપિયા વ્યાજે લઈ પિતાની સારવાર કરાવી હતી. સારવારના દેવાના રૂપિયા અને માટલા તેમજ નર્સરીના વેપારના નાણાં પિતા આપતા ન હોય લલને પિતાની ગેમ બજાવી દેવા સમગ્ર પ્લાન ઘડી નાખ્યો હતો.

આ પણ વાંચો Amritpal in Dibrugarh Jail: કટ્ટરપંથી અમૃતપાલને આસામની ડિબ્રુગઢ જેલમાં લાવવામાં આવ્યો, જેલમાં સુરક્ષા સઘન

મુદ્દામાલ કબ્જે કરાયો: રવિવારે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. આ ફાયરિંગ અને હત્યાના પ્રયાસમાં નન્દકિશોર ઉર્ફે રાકેશ ટુનટુન શાહ, હરિઓમ કુમાર કમલકાન્તપ્રસાદ શાહ, રામાશંકર ઉર્ફે અભયકુમાર શ્રીગણેશ શાહ અને પિતાની જ સોપારી આપનાર પુત્ર લલનકુમાર રામઇશ્વર જંગબહાદુર શાહની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દેશી બનાવટનો તમંચો અને 4 મોબાઈલ મળી કુલ 20,500 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

આ પણ વાંચો Bengal Violent: કાલિયાગંજમાં પોલીસ પર મૃતદેહને ઘસેડવાનો આરોપ, કલમ 144 લાગુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.