ભરૂચ : સમગ્ર દેશ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે. આંબેડકરનો બંધારણ ઘડવામાં અમુલ્ય ફાળો માનવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ અલગ અલગ સમાજ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરુચના મોઢેશ્વરી ભવન ખાતે સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે આંબેડકરની ઉજવણી કરવામાં આવી હતી. મોઢેશ્વરી ભવન ખાતે 51 દલિત પરિવારોના પગ ધોઈ પૂજા કરી છે. 51 દલિત પરિવારોના પગ ધોઈ પૂજા કરીને સામાજિક સમરસતાનો અનોખા સંદેશા સાથે સાચી અંજલિ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Ambedkar Birth Anniversary: કમલમ ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતીની ઉજવણી, યુવા જોડો અભિયાનનો પ્રારંભ
શું હતો કાર્યક્રમ : શહેરના લીંક રોડ સ્થિત મોઢેશ્વરી ભવન ખાતે આજે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ અનોખો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાલ્મિકી સમાજના વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો અને યુવાનોના પાદપ્રક્ષાલન પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના 51 લોકોના પાદુકા પૂજન કરવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, કોંગ્રેસ અગ્રણી સંદિપ માંગરોલા તેમજ સમન્વય ચેરીટેબલના મુકતાનંદ સ્વામી, નીરવ પટેલ, ગિરીશ શુક્લ હાજર રહ્યાં હતાં.
આ પણ વાંચો : AMBEDKAR JYANTI 2023 : ડૉ.બાબાસાહેબ આંબેડકરની આજે 132મી જન્મજયંતિ
દલિતો ગદગદિત ઉઠ્યા : લોકોએ અને શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ 51 અનુસૂચિત જાતિના લોકોના પગ ધોઈ તેઓનું પૂજન કરી માન, સન્માન તેમજ બહુમાન આપ્યું હતું. લોકો દ્વારા પગ ધોવામાં આવતા દલિતો પણ ભાવુક સાથે ગદગદિત થઈ ઉઠ્યા હતા. સામાજિક સમરસતાનું અને ડો. બાબા સાહેબના જીવનમૂલ્યની તેમની જન્મજયંતીએ આ અમૂલ્ય ભેટ હોવાનો સંદેશો આ કાર્યક્રમ થકી આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ અંગે કિરણ સોલંકીના જણાવ્યા પ્રમાણે જિલ્લાના મહાનુભાવો દ્વારા અનુસૂચિત જાતિના લોકોના ચરણ પૂજન કરીને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ તેવું તેમણે જણાવ્યું હતું.