ETV Bharat / state

ભરૂચ જિલ્લા કોંગ્રેસે સ્થાપના દિવસની ઉજવણી કરી - કોંગ્રેસની પ્રથમ બેઠક

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 136માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવી આગેવાનોએ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસે સ્થાપના દિવસની ઉજવણી કરી

author img

By

Published : Dec 29, 2020, 7:37 AM IST

  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
  • કોંગ્રેસના 136માં સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવાયો
  • કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885

ભરુચ :દેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો 28 ડિસેમ્બરના રોજ 136મો સ્થાપના દિવસ હતો. કોંગ્રેસ પાર્ટીના અનેક વ્યક્તિઓએ આઝાદી માટે પોતના પ્રાણ ન્યોછાવાર કરી દીધા હતા. ત્યારે 136માં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિહ રણા, પ્રવક્તા નાઝું ફળવાલા, આગેવાન સંદીપ માંગરોલા સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી

કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ મુંબઇમાં ગોકુલદાલ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે થઇ હતી. કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી હતા. સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ.ઓ.હ્યુમ પણ હતા. કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઇ નવરોજજી પણ હાજર હતા. આઝાદી લાવવાનો પ્રથમ ખ્યાલ બાલ ગંગાધર ટિળકે આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.