ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે રાફેલ મુદ્દે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 14 નવેમ્બર 2019ના રોજ દેશની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટે દ્વારા રાફેલ વિમાન પર પુનર્વિચારણા કરવા અંગેની વિવિધ અરજીઓને ફગાવી દેવામાં આવી અને સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના નિર્ણયમાં આ વિષયની તપાસ અંગેની માગને બિનજરૂરી ગણાવી હતી, ત્યારે ભાજપ આક્રમક મૂડમાં દેખાઈ રહી હતી.
લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ દ્વારા રાફેલને મુદ્દો બનાવવામાં આવ્યો હતો અને ભાજપ તેમજ વડાપ્રધાન મોદી પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા હતાં. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધી દેશવાસીઓની માફી માગે તેવી માગ ભાજપ દ્વારા કરવામાં આવી છે. આ ધરણા પ્રદર્શનમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશ ભટ્ટ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.