ભરૂચઃ ભરૂચ શહેરના રામનગર વિસ્તારમાં એક દીકરી મૃત હાલતમાં મળી હતી. જોકે, પોલીસે ઊંડી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એની સાથે રહેતી મહિલાએ એને પતાવી દીધી છે. પત્ની પોલીસ પૂછપરછમાં ભાંગ પડી હતી અને કબૂલાત કરી હતી કે, દીકરીને ગળુ દબાવીને મારી નાંખી છે. બે દીકરીના રહસ્યમય રીતે મોત થયાની પોલીસને આશંકા હતી. પણ પત્નીનો ચહેર સામે આવતા પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી. પોલીસે આ માતાની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો
દસ દિવસના રીમાન્ડઃ પોલીસે આ માતાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એના દસ દિવસના રીમાન્ડ મંજૂર કરી દીધા છે. માનવરસિંહ રામસિંહ ચૌહાણ ભરૂચમાં રહે છે અને મૂળ રાજસ્થાનના છે. એના મોટાભાઈ કલ્યાણસિંહ પરિવાર સાથે છેલ્લા આઠ વર્ષથી ભરૂચમાં રહે છે. માનવરસિંહના આઠ વર્ષ પહેલા મધ્યપ્રદેશની રહેવાસી નંદિની સાથે થયા છે. એ પછી એને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. જન્મ થયાના વીસ દિવસમાં બાળકીનું મૃત્યું થયું હતું. એ પછી દંપતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પણ પછી બીજી એક દીકરીનો જન્મ થયો હતો. કલ્યાણસિંહને ત્યાં કોઈ સંતાન ન હોવાથી આ બીજી દીકરીને દત્તક આપી દીધી હતી. જેનું નામ અશું રાખવામાં આવ્યું હતું.
રહસ્યમય મૃત્યુઃ હોળીના તહેવાર નિમિતે પરિવાર રાજસ્થાન હોળી ઉજવવા માટે ગયો હતો. જ્યારે પરિવાર ભરૂચમાં પાછો આવ્યો પછી માનવરસિંહ કામે ગયો હતો. એ પછી નંદીનીએ ફોન કરીને જાણ કરી હતી કે, અશું કંઈ બોલતી નથી. એને કંઈક થયું છે. હું તેને હોસ્પિટલ લઈને જાવ છું. સિવિલમાં જ્યારે તબીબોએ તપાસ કરી ત્યારે એનામાં કોઈ પ્રકારના પ્રાણ ન હતા. તબીબને મહિલા પર આશંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ધ્યાનથી તપાસ કરી ત્યારે બાળકીના ગળાના ભાગે ઈજાના નિશાન હતા. પોલીસે આકરી ઢબે પૂછ્યું ત્યારે મહિલાએ કબૂલાત કરી લીધી.
આ પણ વાંચોઃ 16 year old girl raped in Delhi: લૂંટને અંજામ આપ્યા બાદ
કંટાળી ગઈઃ મહિલાએ કહ્યું હતું કે, હું આપણા ઝઘડાથી કંટાળી ગઈ છું. આ પહેલા પણ આત્મહત્યા કરવા માટે પ્રયાસ કર્યા હતા. પણ પરિવારે મને બચાવી લીધી હતી. અશું દીકરીની સાથે મરી જવાનો પ્લાન હતો. પતિ માનવરસિંહે પોતાની પત્ની સામે ફરિયાદ કરી છે. આ કેસમાં ભરૂચ ડિવાયએસપીએ જણાવ્યું હતું કે, આ કેસમાં બે દીકરીના રહસ્યમય સંજોગમાં મોત થયા છે. જેની પાછળ નંદીનીનો પ્લાન છે કે કેમ એ અંગે હજું પોલીસ તપાસ ચાલું છે. રીમાન્ડ પૂરી થયા બાદ આખો પ્લાન સામે આવશે. હાલ પૂછપરછ ચાલું છે.