ભરુચ : કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલનો માર્ગ આજથી ખુલ્લો કરાયો છે. નવી વસાહત અને સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વાઈરસના પોઝિટિવ કેસ આવતા સમગ્ર વિસ્તાર સીલ કરાયો હતો. સારવાર બાદ દર્દીઓનાં રિપોર્ટ નેગેટીવ આવતા માર્ગ પુન:શરુ કરાયો છે.
કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલનો માર્ગ આજથી ખુલ્લો કરવામાં આવ્યો છે. ભરૂચની નવી વસાહત અને સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવતા સમગ્ર વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે સિવિલ હોસ્પિટલ રોડ તથા કલેકટર કચેરી તરફ જવાનો માર્ગ અને નવી વસાહતમાં જવાના માર્ગો બંધ કરવામાં આવ્યા હતા.
જો કે, સારવાર બાદ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા અને 14 દિવસનો સમયગાળો પૂર્ણ થતા સિવિલ હોસ્પિટલ રોડ પુન:શરુ કરવામાં આવ્યો છે. હવે વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરી શકશે.