કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે ETV ભારત સાથે Exclusive વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભરૂચમાં 30 વર્ષથી ભાજપના સાંસદ ચૂંટાય છે અને ભરૂચ વિકાસથી વંચિત છે. આ વખતે જનતા અમને તક આપશે. વધુમાં BTPના ઉમેદવાર છોટુ વસાવાને શેરખાને ભાજપની B ટીમ ગણાવ્યાં હતાં.
ભરૂચ લોકસભા બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ યોજાવા જઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસના શેરખાન પઠાણ, ભાજપના મનસુખ વસાવા અને BTPના છોટુ વસાવા મેદાનમાં છે. આ ત્રણે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.