ભરૂચ : અંકલેશ્વરના GIDC બસ ડેપો નજીક શંકાસ્પદ હાલતમાં બી ડીવીઝન પોલીસને 3 શખ્સો પાસેથી (Suspicious mobile laptop in Ankleshwar) મોટી માત્રામાં મોબાઇલ અને લેપટોપ મળી આવ્યા છે. બી ડીવીઝન પોલીસે 73 મોબાઇલ અને 2 લેપટોપ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. (3 persons mobile laptop in Ankleshwar)
આ પણ વાચો અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનમાં આગ
કેવી રીતે પકડાયા મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ (Ankleshwar Crime News) પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, GIDC બસ ડેપો સામેના શોપિંગ નજીક 3 શખ્સો સ્પોર્ટસ બેગમાં મોબાઇલ ફોન લઇ શંકાસ્પદ હાલતમાં કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ડીસન્ટ હોટલની પાસે બાતમીવાળા શખ્સોને અટકાવ્યા હતા. (mobile laptop persons arrested in Ankleshwar)
આ પણ વાચો શેરબજારના ડબ્બાનું રેકેટ ઝડપાયું, 3 શકુની ઝડપાયા
પોલીસની આગળની કાર્યવાહી તેઓ પાસે રહેલી સ્પોર્ટ્સ બેગમાં તપાસ કરતા 2 બેગમાંથી 70 નંગ મોબાઇલ ફોન, જ્યારે અન્ય એક બેગમાંથી 2 લેપટોપ મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય શખ્સોને મુદ્દામાલ અંગે પૂછતાં તેઓએ ઉડાઉ જવાબ આપ્યો હતો, મોબાઈલ અને લેપટોપના બિલ માંગતા બિલ ન હોવાથી ત્રણ શખ્સોને મોબાઇલ સહિત ઝડપી પાડ્યા હતા. ત્યારે પોલીસે સુરતના વરાછા રોડ ઉપર આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ ત્રિકમ નગરમાં રહેતા મનોહરસિંહ પુરોહિત, અનીશ તિવારી અને સુરે પ્રજાપતિની કુલ 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (mobile laptop persons arrested in Ankleshwar)