ભરૂચ : ઔદ્યોગિક વસાહત દહેજ (Industrial Estate Dahej) સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ (Dahej company Blast Case) થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું. મોડી રાત્રે 2 વાગે પ્લાન્ટમાં અચાનક કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો. આ આગની ઘટનામાં 6 મૃતક પરિવારોને કંપની તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: દહેજની યશસ્વી કંપની બ્લાસ્ટ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપાયા
મૃતકના પરિવારોને સહાય - ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગની ઘટનામાં 6 નિર્દોષ (Blast Om Organics Company in Dahej) કામદારોના મૃત્યુ થયા હતા. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે. તેને લઈને મૃતકોના પરિવારને કંપની એ 3-3 લાખ આપવાની જાહેરાત કરી છે. જો કે, વધુ ઉગ્ર થાય તે પહેલા ફાયરબ્રિગેડના કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા (Chemical Process in Company Dahej) ચાલી રહી હતી. તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ઘટનાને લઈને કંપનીમાં રહેલો તમામ (Blast in Bharuch Company) સામાન બળીને ખાખ થઇ ગયો છે.
આ પણ વાંચો: Blast in Bharuch Company: દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં અડધી રાત્રે થયો બ્લાસ્ટ, 5 કામદારોના મોત
કંપનીને દંડ સહિત નોટીસ - દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 6 કામદારોના મૃત્યુ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. તેને લઈને ડીશ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા 25 લાખનો દંડ સહિત ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. DISHની (Directorate of Industrial Safety and Health) ટીમ દ્વારા પણ ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. ઓમ ઓર્ગેનિક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના પરિવારને ત્રણ લાખ રૂપિયા ની સહાય આપશે.