ભરુચ : અંકલેશ્વરના દિવા રોડ ઉપર મંગલમૂર્તિ પાર્કમાં રહેતા પ્રદીપભાઈ દોશી અંકલેશ્વરના પાનોલીની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
![artist message on corona by painting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-av-painter-vis-7207966_13042020155137_1304f_1586773297_92.jpg)
કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા લૉકડાઉન કરવામાં આવ્યું છે.
![artist message on corona by painting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-av-painter-vis-7207966_13042020155137_1304f_1586773297_909.jpg)
લૉકડાઉનના પગલે સ્કૂલોને બંધ રાખવામાં આવી છે. જેને લઇ તેમણે પોતાના સ્વભાવ મુજબ ફાજલ સમય લોકજાગૃતિ માટે ઉપયોગ કર્યો છે.
![artist message on corona by painting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-av-painter-vis-7207966_13042020155137_1304f_1586773297_823.jpg)
લોકોને શબ્દો દ્વારા કોરોનાની જાગૃતિ લાવવાના બદલે તેમણે નક્કી કર્યું કે તેમણે દોરેલા ચિત્રો દ્વારા કઈ રીતે લોક જાગૃતિ લાવી શકાય.
![artist message on corona by painting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-av-painter-vis-7207966_13042020155137_1304f_1586773297_8.jpg)
તેઓએ કરોના વાઈરસ બાબતે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારના વિવિધ સુંદર ચિત્રો તૈયાર કરી સરાહનીય કાર્ય કર્યું છે.
![artist message on corona by painting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-av-painter-vis-7207966_13042020155137_1304f_1586773297_83.jpg)