ETV Bharat / state

ભરૂચના કોવિડ સ્મશાનનો વધુ એક વિવાદ સામે આવ્યો - કોરોના

રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતી ટીમ તથા તેઓના સંચાલક ભરૂચ નગરપાલિકા સાથે કોન્ટ્રાકટ પૂર્ણ થયો હોવા છતાં માનવતાની દ્રષ્ટિએ અંતિમ ક્રિયાઓ કરી રહ્યાં છે. સંચાલક તેમજ ટીમે છેલ્લા એક સપ્તાહમાં 6 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતાં. આ સ્મશાનનો કરાર પૂર્ણ થયેલો છે તે ફરી રિન્યૂ કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

ભરૂચના કોવિડ સ્મશાનનો વધુ એક વિવાદ સામે આવ્યો

author img

By

Published : Mar 4, 2021, 7:31 PM IST

  • ભરૂચના કોવિડ સ્મશાનનો વધુ એક વિવાદ સામે આવ્યો
  • કોવિડ સ્મશાનનો એક સપ્તાહ પૂર્વે કોન્ટ્રાકટ પૂર્ણ થયો
  • માનવતાની દ્રષ્ટિએ મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવી
  • તંત્ર કોન્ટ્રાક્ટ રિન્યૂ કરે એવી માગ

    ભરુચ- ભરૂચનું દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ગૃહ રહેણાક વિસ્તારમાં આવેલું છે. સ્થાનિક રહીશોના તંત્ર સાથે થયેલ ઘર્ષણ અને લાંબા વિવાદ બાદ ભરૂચમાં રાજ્યનું પ્રથમ એવું નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. જેનું સંચાલન ધર્મેશ સોલંકી તથા તેઓની ટીમ કરે છે. તેઓ સાથે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રતિ મૃતદેહ રકમ આપવાનો કોન્ટ્રાકટ કરવામાં આવ્યો છે. જે કોન્ટ્રાકટ ગત તારીખ 17મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયો છે. જો કે આ સ્મશાનમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી પણ મૃતદેહો આવી રહ્યાં છે. સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓના કોન્ટ્રાકટમાં સવારે 7 થી સાંજે 7 સુધીનો સમય છે, પરંતુ મૃતદેહો જે પ્રકારે આવી રહ્યાં છે તેના કારણે ઘણીવાર રાતે 12-1 વાગી જાય છે. જે લોકો આ કાર્ય સાથે સંકળાયેલા છે તેઓને મહેનતાણું પણ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું.

આ પણ વાંચોઃ ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાન સુધી જવાના માર્ગના સમારકામ માટે લોકોની માગ

  • માનવતાની દ્રષ્ટિએ અંતિમક્રિયાનું કાર્ય ચાલુ

    હાલ કોરોનાનું સંક્રમણ ભલે ઓછુ થયું હોય પરંતુ દર બે ત્રણ દિવસના આંતરે એકાદ બે મૃતદેહ અગ્નિસંસ્કાર માટે આવે છે અને આ સ્વયંસેવકો માનવતાની દ્રષ્ટિએ આજે પણ મૃતદેહોની અંતિમ ક્રિયા કરી રહ્યાં છે. જો કે સંચાલક તથા ટીમ તેઓની માગ ઝડપથી સ્વીકારાય અને તંત્ર દ્વારા અંતિમ સંસ્કાર માટેની યોગ્ય સામગ્રી પૂરી પડાય તેવી આશા લગાવીને બેઠાં છે.

આ પણ વાંચોઃ ભરૂચના સ્પેશ્યિલ કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં કરવામાં આવ્યા 401 મૃતકોના અંતિમ સંસ્કાર

  • નવી બોડી સાથે ચર્ચા કરી કોન્ટ્રાકટ રિન્યૂ કરાશે: સંજય સોની

    આ અંગે ETVBharat દ્વારા ભરુચ નગર સેવાસદનના મુખ્ય અધિકારી સંજય સોનીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ પાસે કોવિડના કારણે થતાં મોતના આંકડા મેળવવામાં આવી રહ્યાં છે. હાલ ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે નવી બોડી સાથે બેસી ચર્ચા વિચારણા બાદ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.