અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1, 2, 3 અને ૪ પર રેલ્વે વિભાગ દ્વારા રૂપિયા 1.30 કરોડનાં ખર્ચે ત્રણ લીફ્ટ મુકવામાં આવી છે. જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવાના હસ્તે આ ત્રણેય લીફ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રેલ્વેનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રવાસીઓની સુવિધા માટે રૂપિયા 42.24 લાખના ખર્ચે ૩ લીફ્ટ મુકવામાં આવી છે. પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ યુક્ત લિફ્ટોમાં સુરક્ષા અને દિવ્યાંગ ફ્રેન્ડલી ફિચર્સ પણ લાગાવેલ છે.
1 સેક્ન્ડમાં 1 મીટરની સ્પીડથી ચાલવાવાળી આ લિફ્ટ 20 યાત્રિયો અથવા 1360 કિલો વજન લઈ જઈ શકે છે. રૂમ અને ગિયર રહિત આ લિફ્ટમાં બંને તરફ દરવાજાની સુવિધા છે. વિજળી સપ્લાય બંધ હોવા પર UPS અથવા SME બેટરીની સાથે ઓટોમેટિક રેસક્યુ ડિવાઈસની પણ સુવિધા છે, તો ઈમરજન્સી માટે ટેલીફોનની સુવિધા પણ છે જેનો મુસાફરો લાભ લઇ શકશે.