અંકલેશ્વર જીઆઇડીસીની પ્રદૂષણના મામલે ક્રિટીકલી પોલ્યુટેડ ઝોનની યાદીમાં ધકેલી દેવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળે સેમ્પલિંગ પોઇન્ટ અને સ્કોરિંગ મેથડ સામે પ્રશ્નો ઉઠાવી એનજીટી સામે સુપ્રીમમાં અપીલ કરવા તૈયારીઓ શરુ કરી છે.
એક દાયકા સુધી પ્રાણઘાતક પર્યાવરણના પ્રતિબંધોનો સામનો કરી ચૂકેલા દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વરના ઉદ્યોગોની પ્રતિબંધોમાંથી મુક્તિની ખુશી લાંબો સમય ટકી નથી. ફરી એકવાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે અંકલેશ્વર જીઆઇડીસીને પ્રાણઘાતક પર્યાવરણ ધરાવતા વિસ્તારોની યાદીમાં મોકલ્યું છે. જેના પગલે 1000 જેટલા નાના- મોટા ઉદ્યોગના સંચાલકો ચિંતામાં છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અંકલેશ્વર દેશની 16માં ક્રમાંકની પ્રદુષિત ઔદ્યોગિક વસાહત હોવાનું પણ ઉમેરવામાં આવ્યું છે.
જોકે અંકલેશ્વર ઉદ્યોગ મંડળે તાજેતરમાં જાહેર કરાયેલા કોમ્પ્રિહેન્સિવ એન્વાયરમેન્ટલ પોલ્યુશન ઇન્ડેક્સ સેપી સ્કોર સામે અને તેની પદ્ધતિ સામે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળે અંકલેશ્વર જીઆઇડીસીની ક્રિટીકલી પોલ્યુટેડ ઝોનની યાદીમાં મુકવા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા તૈયારીઓ શરુ કરી છે.આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં સેક્રેટરી જયેશ પટેલે જણાવ્યું હતું કે, એનજીટીનીના ઓર્ડરમાં ડિફરન્સ છે સેપી આંક મોંટીરીંગ કરી રિપોર્ટ બનાવાય છે. જેના એના આધારે એસ્ટેટ સામે પગલાં લેવા એમની સત્તામાં છે.
અંકલેશ્વરમાં સેન્ટ્રલ એજન્સી સાથે એસ્ટેટ પોતાની એજન્સી સાથે રાખી સેપી આંક મેળવેલા અંકલેશ્વર અને અમારો સેપી આંક ખુબ મોટો તફાવત છે. અમે માટે ઓર્ડર સામે અમે સુપ્રીમમાં સ્ટે મેળવવા પ્રયત્ન કરીશું. સેપી સ્કોરની ગણતરી પ્રદુષણની પર્યાવરણમાં હાજરીના આધારે થાય છે. જેમાં 70 પોઇન્ટ ડેડલાઈન નક્કી કરાઈ છે. છેલ્લી ગણતરી માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા નિયુક્ત એજન્સી અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા નિયુક્ત એજન્સીઓએ એક સાથે નક્કી કરેલા પોઇન્ટ ઉપરથી સેમ્પલ મેળવ્યા હતા. સેમ્પલના પરિણામોના આધારે બંને એજન્સીઓએ પરિણામ જાહેર કર્યા ત્યારે એઆઈએ દ્વારા લેવાયેલા સેમ્પલનો સ્કોર 65 હતો,જયારે એનજીટીનીએજન્સીને સ્કોર 80 રહ્યો હતો.
સેમ્પલિંગ પોઇન્ટ પણ નેશનલ હાઈવેને અડીને લેવા સામે એઆઈએ દ્વારા વિરોધ કરાયો છે. જે એર પોલ્યુશનમાં ઉદ્યોગ કરતા વાહનોના પ્રદુષણની માત્રા વધુ નજરે પડી હોવાનો આક્ષેપ કરાયો હતો.આ બાબતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં ઉપ પ્રમુખ નટુ પટેલે જણાવ્યું હતું કે, અંકલેશ્વરમાં સીપી વધુ છે. ઉગ્ર રજૂઆત હતી કે, હાઇવે નજીક સેમ્પલ પોઇન્ટ છે. ઉદ્યોગનો માત્ર 40 પોઇન્ટ હોય એનજીટી ઓર્ડરમાંનાં એકમને 25 મધ્યમ 50 અને મોતને 1 કરોડની પેનલ્ટી છે. એમાં પણ રજૂઆત થઇ હતી પર્યાવરણની ક્વોલિટી અને ક્વોન્ટિટીને લઈ દંડ થવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ક્રિટીકલી પોલ્યુટેડ ઝોન જાહેર થવાથી અંકલેશ્વરમાં 1000 જેટલા ઉદ્યોગોને ફરીએકવાર પ્રોડક્ટ ચેન્જ અને એક્સ્પાનશનની પરવાનગીઓ આપવાનું બંધ થાય તેનો ભય ઉભો થયો છે.આ સાથે કરોડોનું રોકાણ કરી બેઠેલા ઉદ્યોગોની હાલત વધુ કફોડી બને તેમ છે.