ભરૂચ: અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં ઘર આંગણે રમતી રુખસાર અન્સારી નામની બાળકી ગુમ થઈ હતી. CBIની એક ટીમે અંકલેશ્વરથી તપાસ શરૂ કરી છે . નાની બાળકીના ગુમ થવા બાબતે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન(Habeas Corpus Petition) કરવામાં આવી હતી. જે અંગે ભરૂચ પોલીસની પૂરતી મહેનત(Bharuch Police Investigation) છતાં પરિણામ ન મળતા CBIને તપાસ સોંપવા ગુજરાત હાઇકોર્ટે આદેશ(Gujarat High Court Order) કર્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad Kidnapping Case : વેપારીનું અપહરણ કરી પત્નીને ધમકી આપનાર ગેંગને પોલીસે દબોચી
બાળકી રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ - અંકલેશ્વરમાં ઘરના આંગણામાં રમતી 9 વર્ષની બાળકી રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસે બાળકીને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરવા છતાં પત્તો ન મળ્યો. હાઇકોર્ટના આદેશ સાથે CBI એ આગળની તપાસ સંભાળી છે. CBIની એક ટીમે અંકલેશ્વરથી તપાસ શરૂ કરી છે. નાની બાળકીના ગુમ થવા બાબતે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરવામાં આવી હતી. જે અંગે ભરૂચ પોલીસની પૂરતી મહેનત છતાં પરિણામ ન મળતા CBIને તપાસ સોંપવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો. આ મામલાની તપાસ અંકલેશ્વર GIDC પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર RN કરમટીયા કરી રહી હતી.
બાળકી ઘરના આંગણામાં રમવા માટે ગઈ હતી - અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગર(Miranagar of Sarangpur village) સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. મૂળ ઉત્તર પ્રદેશના અને ઘણા સમયથી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી રૈતૂન આરિફ અન્સારીએ ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ 9 વર્ષીય પુત્રી રૂખ્સાર આરિફ અન્સારીના લાપતા બનવાની પોલીસને જાણ કરી હતી. બાળકી ઘરના આંગણામાં રમવા માટે ગઈ હતી જે બાદમાં લાપતા બની હતી. સગીરના લાપતા બનવાના મામલાને અપહરણ તરીકે ગંભીરતાથી લેવાના આદેશોના પગલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Girl abducted in Ahmedabad: પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે કર્યું અપહરણ, માતા સહિત 6 લોકોની ધરપકડ
પોલીસે વેશ બદલીને પણ તપાસ કરી હતી - IPS અધિકારી ડો. લીના પાટીલે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સાંભળ્યા બાદ આ મામલે પોતાના દેખરેખ હેઠળ તપાસ આગળ ધપાવી હતી. અંકલેશ્વર GIDC પોલીસે(Ankleshwar GIDC Police) બાળકીની ભાળ મેળવવા ઘણી મહેનત કરી હતી. મુંબઈ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પોલીસે વેશ બદલીને પણ તપાસ કરી હતી. એક શંકા એ પણ વ્યક્ત કરાઈ હતી કે, આ મામલાઓમાં બાળકોનો ઉપયોગ હુમન ટ્રેકિંગ જેવા મામલાઓ માટે પણ થઇ શકે છે. ચાર્જ લીધા બાદ ભરૂચ SPએ જાતે બાળકીના ઘરે જઈ પરિવાર અને પાડોશીઓ સાથે વાતચીત કરી ઘટના સંબંધિત કડી મેળવવા પ્રયાસ કર્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ CBIએ તપાસના શ્રીગણેશ કર્યા છે. આ મામલે CBI તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે અંકલેશ્વરમાં પોલીસ ઇન્સ્પેકટર રેન્કના અધિકારીની રાહબરી હેઠળ એક ટીમે તપાસ શરૂ કરી છે. આ તપાસમાં પ્રાથમિક માહિતી ઉપરાંત કોઈ વિશેષ મદદ લેવામાં આવી ન હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.