ભરૂચઃ અંકલેશ્વરના શક્કરપોર ગામ નજીક એક્ષપ્રેસ વેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન બ્રીજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતા દોડધામ મચી હતી. આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતનો ઘટનાક્રમ
- એક્ષપ્રેસ વેની કામગીરી
- બ્રીજના બ્લોકની પ્લેટ ધરાશાયી
- અકસ્માતમાં 1 મજૂરનું મોત, 3 ઈજાગ્રત
- ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરના શક્કરપોર ગામ નજીક વડોદરા મુંબઈ એક્ષપ્રેસ વેની કામગીરી ચાલી રહી છે. જ્યાં મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સાઈટ પર કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન ક્રેઇનનું સંતુલન ન રહેતા બ્રીજના બ્લોકની પ્લેટ ધરાશાયી થઇ ગઈ હતી.
આ અકસ્માતમાં નજીકમાં કામ કરી રહેલા 4 મજૂરોને ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાના પગલે 1 મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ કામદારોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે આ બાબતે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.