ભરૂચ અંકલેશ્વર અને ભરૂચને જોડતા નેશનલ હાઇવે નંબર 48 પર માંડવા (National Highway 48 )પાટીયા પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટેન્કરમાંથી પામોલીન તેલનો જથ્થો રોડ ઉપર ઢોળાયો (Accident between truck and tanker)હતો. ઉપરાંત રસ્તા પર પણ તેલ રેલાતાં તેલના ખાબોચિયા ભરાઇ ગયાં હતાં. આસપાસના લોકોને બનાવની જાણ થતાં જ તેઓ ડબ્બા, વાસણ, બાટલી, કેરબા સાથે દોડી આવીને ખોબે ખોબે પણ તેલ ભરતા નરજે પડ્યા હતા.
લોકોએ કરી તેલની લૂંટ સુરતથી પામોલીન તેલનો જથ્થો ભરીને રાજકોટ તરફ જતી ટ્રકને અંકલેશ્વરના માંડવા (Accident in Bharuch)પાટીયા નજીક ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અને ટેન્કરના ચાલકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આ અકસ્માતમાં ટ્રકમાં રહેલો પામોલીન તેલનો જથ્થો રોડ ઉપર ઢોળાતા હતો. માંડવા ગામના લોકો પોતાના ઘરેથી ખાલી વાસણો લઈને રોડ ઉપર આવીને પામોલીન તેલનો જથ્થો ભરતા નજરે પડ્યા હતા. કેટલાક લોકો તો પોતાના જીવના જોખમે આ તેલનો જથ્થો રોડ ઉપર પડેલો હોય તે ભરતા જ નજરે પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચીને અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.