- 11 સાયન્સમાં અભ્યાસ કરતો યુવક મિત્રને લેવા બાઇક પર જઇ રહ્યો હતો
- સ્ટેચ્યુ પાર્ક નજીક સામેથી આવતી ઇકો સાથે અથડાતા હવામાં ફંગોળાયો
- જબરજસ્ત અકસ્માત પછી પણ યુવાનનો આબાદ બચાવ
ભરૂચ : લીંક રોડ પર આવેલા યોગેશ્વર નગરમાં રેહતા અને ધો.11 સાયસન્સમાં અભ્યાસ કરતા વેદાંત જગલાવાલા ગુરુવારે સવારે 8 કલાકની આસપાસ ભરૂચના સેવાશ્રમ રોડ પરથી પોતાના મિત્રને લેવા બાઈક પર જઈ રહ્યો હતો. દરમિયાન સ્ટેચ્યુ પાર્ક નજીક સામેથી આવતી ઇકો કાર સાથે અથડાતા યુવાન હવામાં ફંગોળાયો હતો અને માર્ગની સાઈડ પર પટકાતા તેના થાપના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજ દ્વારા બહાર આવી છે. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, યુવાન રિક્ષાની પાછળથી ઓવરટેક કરી આગળ નીકળવા સામેથી આવતી ઇકો કાર સાથે તે અથડાય છે અને માર્ગની સાઈડમાં ફંગોળાઈ જાય છે.
અકસ્માતની આ ઘટનામાં યુવાનનો આબાદ બચાવ થયો હતો. તેને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવાન પોતાના મિત્રને લેવા જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી મળી રહી છે.