ભરૂચઃ ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઈરસના 15 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1137 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે, ત્યારે આજે નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો આજે 17 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે.
આજે બુધવારના રોજ એક પણ દર્દીનો ડેથ ઓડીટ રિપોર્ટ નહિ આવતા તંત્ર દ્વારા એક પણ મોત દર્શાવવામાં આવ્યું નથી. આજના નવા નોંધાયેલા પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1137 પર પહોંચી છે. જે પૈકી 24 દર્દીઓના મોત નીપજ્યાં છે. તો 945 દર્દી સજા થતા રજા આપવામાં આવી છે. તો જિલ્લામાં કોરોના પોઝિટિવનાં 168 દર્દીઓ હવે સારવાર હેઠળ છે.