ભરૂચ: ભરૂચ જિલ્લામાં હવે કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા 1 હજારને પાર થઇ ગઈ છે. મંગળવારે જિલ્લામાં નવા 14 પોઝિટિવ કેસ નોધાયા છે જેમાંથી ભરૂચમાં 2, અંકલેશ્વરમાં 7, ઝઘડિયામાં 3, અને હાંસોટમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોરોનાના દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યલ કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મંગળવારે બે દર્દીના ડેથ ઓડીટ રિપોર્ટ આવતા 2 દર્દીઓના મોત નીપજ્યા છે તો 24 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1004 પર પહોંચી છે તો અત્યાર સુધી 23 દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે 775 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે હવે જિલ્લામાં કોરોનાના 206 દર્દીઓ સારવાર હેઠળ છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ તારીખ 8 એપ્રિલે નોંધાયો હતો જે બાદ ફક્ત 118 દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. પ્રથમ 100 કેસ નોધાતા 69 દિવસ લાગ્યા હતા. ત્યાર બાદ બાકીના 900 કેસ નોંધાતા માત્ર 50 દિવસ લાગ્યા છે, જેના પરથી ખ્યાલ આવી રહ્યો છે કે ભરૂચમાં કઈ હદે કોરોના આગળ ધપી રહ્યો છે.
ભરૂચમાં પ્રત્યેક કેસની તારીખ પર નજર કરીએ તો,
ભરૂચમાં કોરોનાની રફતાર
8 એપ્રિલ 01 પોઝિટિવ કેસ
16 જૂન 100 પોઝિટિવ કેસ
27 જૂન 200 પોઝિટિવ કેસ
5 જુલાઈ 300 પોઝિટિવ કેસ.
9 જુલાઈ 400 પોઝિટિવ કેસ
14 જુલાઈ 500 પોઝિટિવ કેસ
17 જુલાઈ 600 પોઝિટિવ કેસ
22 જુલાઈ 700 પોઝીટીવ કેસ
26 જુલાઈ 800 પોઝિટિવ કેસ
30 જુલાઈ 900 પોઝિટિવ કેસ
4 ઓગસ્ટ 1000 પોઝિટિવ કેસ