વિશ્વમાં આજે સૌથી મોટી સમસ્યા વસ્તી વધારાની છે. દિવસેને દિવસે મૃત્યુદર કરતા જન્મદરનું પ્રમાણ વધી રહ્યું છે જે એક સૌથી મોટી સમસ્યા છે. ત્યારે સમગ્ર ભારત દેશમાં 11 જુલાઈના દિવસે વિશ્વ વસ્તી નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે વધતી જતી વસ્તીના કારણે ભારત સરકાર દ્વારા વસ્તી નિયંત્રણ માટે અનેક કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવે છે. ત્યારે આજે ડીસા આરોગ્ય વિભાગ દ્વારા પણ વસ્તી નિયંત્રણ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગની મહિલાઓ દ્વારા બેનરો સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘરે ઘરે જઈ મહિલાઓને વસ્તી નિયંત્રણ માટે જાગૃત કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કાઢવામાં આવેલી રેલી ડીસાની બજારોમાં ફરી હતી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.