થરાદ - બનાસકાંઠા જિલ્લાના થરાદમાં દારુના વેચાણ (Sale of liquor) મુદ્દે મહિલાઓ વીફરી હતી. રાજસ્થાન સરહદને અડીને આવેલો જિલ્લો હોવાથી બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂની બુટલેગરો દ્વારા હેરાફેરી કરવામાં આવે છે. રાત્રિના સમયે બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખી અવનવા કીમિયાઓ અપનાવી દારૂની બનાસકાંઠા જિલ્લામાંથી ગુજરાતના અનેક તાલુકાઓમાં મોકલવામાં આવે છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ અનેક જગ્યાઓ પર દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ બાબતે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ દેશી દારૂના અડ્ડા ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે હાલમાં સરહદે વિસ્તારના તાલુકાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
થરાદમાં મહિલાઓએ દારૂ બંધ કરાવવા વિરોધ દર્શાવ્યો - તાજેતરમાં જ બોટાદ ખાતે થયેલા દારૂના લઠ્ઠાકાંડમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. દેશી દારૂમાંથી બનેલી આ ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બોટાદ ખાતે સર્જાયેલા લઠ્ઠા કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં દેશી દારૂ પર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદે વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ (Sale of liquor) થઈ રહ્યું છે. આ મુદ્દે વીફરેલી મહિલાઓએ થરાદ ડીવાયએસપી કચેરીએ (Tharad DYSP office ) ધરણાં કરી વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચોઃ ગામમાં દારૂબંધ કરાવા રજૂઆતઃ પુરૂષની સરખામણીએ મહિલાઓ દારૂનું સેવન કરવા માંડી
મહિલાઓની મોટી પરેશાની -પરિવારની ચિંતાને લઇ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની મહિલાઓ આગળ આવી રહી છે. થરાદ તાલુકાના શિવનગર વિસ્તારમાં ઘણા સમયથી વિદેશી દારૂનું વેચાણ (Sale of liquor) થઈ રહ્યું છે. દારૂ બંધ કરાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતા શિવનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.
![મહિલાઓ પોલીસ માટે આ ભેટ લાવી હતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15959937_1.jpg)
ત્યારે આજે દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે થરાદ શિવનગરની મહિલાઓ રેલી સ્વરૂપે થરાદ DYSP કચેરી (Tharad DYSP Pooja Yadav ) ખાતે પહોંચી હતી. જ્યાં કચેરી આગળ તમામ મહિલાઓ ધરણા પર (Women staged a strong sit in at Tharad DYSP office)બેસી ગઈ હતી.
આ પણ વાંચોઃ વડોદરા નાગરવાડા પાણીની સમસ્યા હલ ના થતા મહિલાઓ બની રણચંડી
તાત્કાલિક દારુનું વેચાણ બંધ કરાવવા માગણી - થરાદ પોલીસ કચેરીએ પહોંચેલી મહિલાઓ પોતાની સાથે બંગડી અને ચાંદલાઓ પણ લઈને આવી હતી અને થરાદ તાલુકા અને શહેરી વિસ્તારમાં દેશી દારૂ બંધ કરાવવાની માંગ સાથે સૂત્રોચાર (Women staged a strong sit in at Tharad DYSP office) કર્યા હતાં. જે બાદ મહિલાઓએ થરાદ DYSP પૂજા યાદવને (Tharad DYSP Pooja Yadav ) આવેદનપત્ર આપી થરાદ તાલુકા અને શહેરી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે દેશી દારૂ વેચતા (Sale of liquor) લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમની અટકાયત કરવામાં આવે તેવી માંગ કરી હતી.