ETV Bharat / state

લાખણી પાસે પગપાળા જઇ રહેલી મહિલાનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

બનાસકાંઠાના ડીસાના જાણીતા CA ની પત્નીનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત થતા તેમને પોતાની પત્નીની આંખોનું ચક્ષુદાન કરી બીજા વ્યક્તિની જીવનમાં આંખો જીવતી રહે જે માટે ચક્ષુદાન કર્યું હતું. જોકે, આ ચક્ષુદાન માળી સમાજ માટે પ્રથમ દાન છે.

લાખણી પાસે પગપાળા જઇ રહેલી મહિલાનું અજાણ્યા વાહનની ટક્કરે મોત
લાખણી પાસે પગપાળા જઇ રહેલી મહિલાનું અજાણ્યા વાહનની ટક્કરે મોત
author img

By

Published : Dec 27, 2020, 8:02 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો
  • અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત
  • ગેળા હનુમાનજીના દર્શન કરવા માટે જઈ રહી હતી મહિલા

બનાસકાંઠા : જિલ્લામાં અકસ્માતની વણથંભી વણઝાર જાણે અટકવાનું નામ જ ન લેતી હોય તેમ રોજબરોજ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ નાના-મોટા અનેક અકસ્માતો રોજેરોજ બની રહ્યા છે. જેમાં અત્યાર સુધી કેટલાય માસુમ લોકોની આવા અકસ્માતોમાં મહામૂલી જિંદગી હોમાઈ છે. મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અજાણ્યા વાહનની ટક્કરે રોજે રોજ એક ઘટના સામે આવી રહી છે. ત્યારે પોલીસ આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તો જ આવનારા સમયમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે તેમ છે. ખાસ કરીને ડીસા શહેરમાં અકસ્માતોની સંખ્યામાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે. ચાલતા જતા રાહદારીઓની ટક્કરથી મોતની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

લાખણી પાસે પગપાળા જઇ રહેલી મહિલાનું અજાણ્યા વાહનની ટક્કરે મોત
અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત
બનાસકાંઠાના ડીસાના જાણીતા CA લલિત ટાંક અને તેમની પત્ની દક્ષાબેન લાખણી પાસે ગેળા હનુમાનજીના દર્શન કરવા ચાલતા જઈ રહ્યા હતા. જ્યાં કાળ બનીને કાપરા ગામ પાસે અજાણ્યા વાહને પાછળથી બને પતિ-પત્નીને જોરદાર ટક્કર મારી હતી. જ્યાં ટક્કર લાગતા દક્ષાબેન પડી ગયેલા અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે CA લાલિતભાઈને નાની મોટી ઈજાઓ થતા તેઓ આ અકસ્માતમાં બચી ગયા હતા. આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પરંતુ પોતાની પત્નીને લોહીલુહાણ હાલતમાં જોઈ લલીતભાઈએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી તો તેમની પત્નીએ પોતાનો જીવ છોડી દીધો હતો. જે બાદ આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ પણ અકસ્માત વાળી જગ્યા પર પહોંચી હતી. જ્યાં મહિલાના મૃતદેહનો કબજો મેળવી ડીસા ખાતે પીએમ માટે મોકલી આપી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માળી સમાજની દીકરીનું મોત થતાં જ ડીસા સિવિલ હોસ્પિટલમાં માળી સમાજના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
મૃત્યુ બાદ મહિલાની આંખોનું કરાયું દાન
33 વર્ષની નાની ઉંમરે અકસ્માતમાં દક્ષાબેનનું મોત થયેલ પંરતુ CA લલીતભાઈ પોતાની પત્ની મોત બાદ કોઈકની આંખોમાં વસીને જીવતી રહે તે હેતુથી તેઓએ ચક્ષુદાન કરવા તૈયાર થયા હતા. આ સાથે માળી સમાજ સાહિત બીજી સમાજમાં પણ દાખલો બેસે તે હેતુથી ચક્ષુદાન કરવાની તૈયારી દાખવતા પાલનપુર ખાતેથી આવેલી ટીમ આવી પહોંચી હતી. જોકે, સમાજના અગ્રણી મગનલાલ માળીએ જણાવ્યું હતું કે, ઘટના દુઃખદ છે પણ દક્ષાબેન કોઈની આંખોમાં જીવતી રહેશે અને અમારા સમાજમાં પ્રથમ ચક્ષુદાન છે ત્યારે સમાજ માટે દક્ષાબેન પ્રેરણારૂપ સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.