બનાસકાંઠાઃ જિલ્લાના ખેડૂતોએ સારા વરસાદની આશા રાખીને વાવેતર કર્યું હતું, પરંતુ મેઘરાજા ખેડૂતો પર મહેરબાન થતા નહોતા. જેના કારણે ખેડૂતોને પાકની ચિંતા સતાવતી હતી, પરંતુ ગુરુવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમા ખુશીની લહેર પ્રસરી હતી.
ભાભોર પંથકમાં વરસાદની એન્ટ્રી
- ગુરુવારે આવ્યો વરસાદ
- વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
- શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
- બુધવારે ધાનેરા તાલુમાં વરસાદની એન્ટ્રી થઇ હતી
બનાસકાંઠા જિલ્લામાં ગત 2 દિવસથી વરસાદનું ફરી આગમન થયું છે. બુધવારે ધાનેરા અને થરાદમાં વરસાદ થયા બાદ ગુરુવારે ભાભર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભાભર પંથકમાં ધોધમાર વરસાદ થવાથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકોને નાની-મોટી તકલીફનો સામનો કરવો પડ્યો હતો.