બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે. સતત કુદરતના પ્રકોપનો ભોગ બની રહેલા બનાસકાંઠા જિલ્લા માટે ઉનાળો કપરો સાબિત થઈ રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતની સાથે જ લોકો પાણીની તંગી સહન કરી રહ્યાં છે.
બનાસકાંઠા જિલ્લાના લોકોને પાણી મળી રહે તે માટે જિલ્લામાં ત્રણ મોટા જળાશયો પણ બાંધવામાં આવ્યા છે અને આ જળાશયો વરસાદી પાણીને એકત્રિત કરે છે અને તે પાણીનો ઉપયોગ જિલ્લાની જનતા ચોમાસા બાદ સિંચાઈ અને પીવા માટે કરતી હોય છે.
આ સંકેતો ખૂબ જ ખતરનાક સંકેતો છે. આ સંકેતોના આધારે બનાસકાંઠા જિલ્લા પર આગામી સમયમાં ખૂબ જ મોટું જળ સંકટ સર્જાઈ શકે છે. અત્યારે હજુ તો ઉનાળો શરૂ થયો છે. ત્યાં બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાય વિસ્તારોમાં પાણીની સમસ્યા વર્તાવા લાગી છે. વાત કરીએ ડીસા તાલુકાના કૂચાવાડા ગામ જ્યાં પીવાના પાણી માટે લોકો પરેશાન થઈ ગયા છે. પાણી ન મળતા મહિલાઓએ બે-બે કિલોમીટર સુધી દૂર પાણી લેવા માટે જવું પડે છે એક તરફ ઉનાળાનો ધોમ ધખતો તાપ અને બીજી તરફ પાણીની તરસ છીપાવવા માટે મિલો દૂર સુધી ચાલીને જતી મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે.