બનાસકાંઠાઃ જિલ્લો રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની(Water problem in Gujarat)સાથે જ બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા (Banaskantha water problem)ઉભી થાય છે. ચાલુ વર્ષે પણ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીના બુંદ બુંદ માટે લોકો દૂર દૂર સુધી રાહ જોઈ રહ્યા છે. આ વખતે પાણીની વિકટ સમસ્યા સર્જાતા લોકોએ એક ગામથી બીજા ગામ સુધી પાણી ભરવા માટે જવું પડે છે. આ તરફ પંચાયત દ્વારા ગામદીઠ પીવાના પાણી માટે એક અઠવાડિયામાં એક ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે છે.
બનાસકાંઠા નર્મદા નહેર આધારિત જિલ્લો - જિલ્લામાં ટેન્કર આવતાની સાથે જ સ્થાનિક લોકોની પડાપડી (Water problem)થાય છે તો બીજી તરફ હવે શહેરી વિસ્તાર છોડી જિલ્લામાં નહીંવત વરસાદના કારણે અન્ય તાલુકાઓમાં પણ આ વર્ષે પાણીની વિકટ સમસ્યાઓ સર્જાઇ રહી છે. મોટાભાગે બનાસકાંઠા જિલ્લો નર્મદા નહેર આધારિત જિલ્લો છે, પરંતુ છેવાડાના વિસ્તારોમાં નર્મદાનું પાણી ન પહોંચતા સ્થાનિક લોકો પાણી વગર ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે આ વર્ષે પણ દર વર્ષની જેમ સ્થાનિક લોકો પીવાના પાણી માટે તળવળી રહ્યા છે.
આ પણ વાંચોઃ પાણીની સમસ્યા વિકટ બની: રાધનપુરના ધારાસભ્યએ મુખ્યપ્રધાને પાણી સમસ્યા અંગે પત્ર લખી રજૂઆત કરી
ગામમાં પાણીની વિકટ સમસ્યા - રણની કાંધીએ અડીને આવેલો બનાસકાંઠા જિલ્લાના લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને સરહદી વિસ્તારમાં પાણી માટે લોકો રીતસર વલખા મારતા નજરે પડે છે. વાવ તાલુકાના લોદ્રાણી અને રાધાનેસડા અને રાછેણા સહિત અનેક ગામોની સ્થિતિ આજે પણ જૈસે થે જેવી છે સરકારે કરોડો રૂપિયાની ગ્રાંટ ખર્ચી હોવા છતાં પણ આજે આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યાનું સમાધાન થઇ શક્યો નથી. પાણી પહોંચાડવા માટે સરકારે અહીં ટેન્કરની સુવિધા કરી તો છે પરંતુ ટેન્કર પણ સમયસર ન આવતા લોકોએ કલાકો સુધી પાણી માટે રાહ જોઇને બેસી રહેવું પડે છે.
આ પણ વાંચોઃ Water Crisis in Gujarat : પાણી સમસ્યાને લઈને કયા ગામમાં થયો આવો વિરોધ જૂઓ
પાણી વગર પશુઓની હાલત કફોડી બની - ભર ઉનાળો ચાલી રહ્યો છે તેવા સમયે લોકો ખુલ્લા આકાશ નીચે પાણી માટે તપતા નજરે પડી રહ્યા છે . રાધા નેસડા ગામ માં વસ્તી સંખ્યા ત્રણ હજાર જેટલી છે અને અઠવાડિયામાં માત્ર એક જ ટેન્કર પીવાનું પાણી આવે છે જેથી લોકો ને પૂરતું પીવા માટે પાણી ન મળતા હવે લોકોએ હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.જિલ્લાના સરહદી વિસ્તારમાં એક તરફ લોકો પાણી વગર તરફ વળી રહ્યા છે તો બીજી તરફ મોટા ભાગના હવાડા પણ અહીં ખાલીખમ છે જેથી પશુઓ પણ પાણી વિના ટળવળી રહ્યા છે, પાણી ન મળતા આ વિસ્તારમાં અનેક પશુઓના પણ પાણીના મોત થયા હોવાની ઘટનાઓ બની રહી છે. હવે લોકો નહાવા ધોવા તો ઠીક પણ પીવાનું પાણી પૂરતું અને સમયસર આપવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે.