અંબાજી: નવું વર્ષ એટલે કે 2023 ની શરૂઆત થઈ છે. થર્ટી ફસ્ટ અને પહેલી જાન્યુઆરીને શનિ-રવિની રજા હોવાથી લોકો નવા વર્ષની ઉજાણી (ambaji Shaktipith) સાથે ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે જવાનું વધારે મહત્વ (Vegetable cakes as prasad) ધરાવે છે. તેથી અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને આગલી રાત્રીએ લોકો થર્ટી ફસ્ટ મનાવી હતી. વર્ષ 2022ને વિદાય આપી વર્ષ 2023 નો શુભારંભ કર્યો હતો.
આ પણ વાંચો: નવા વર્ષ 2023ને આવકારવા માટેના સકારાત્મક વિચારો
ધ્વજાજી સાથે ભક્તો: નવા વર્ષના શુભારંભે અંબાજી મંદિરના ચાચર ચોકમાં લાંબી લાલ ધજાઓ સાથે યાત્રીકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સમગ્ર અંબાજી મંદિર પરિષદ બોલ મારી અંબે જય જય અંબે....ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અંબાજી મંદિરનો ચાચર ચોક બાઈક ભક્તોથી ઉભરાયેલો જોવા મળ્યો હતો. અંબાજી મંદિરમાં પણ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરી પોતાની નવા વર્ષે શરૂઆત કરી હતી. જેમાં પણ ખાસ કરીને કેટલાક ભક્તો પોતે પગપાળા ચાલી માતાજીના મંદિરે ધજાઓ લઈને પહોચ્યા હતા.
કેક અર્પણ: છેલ્લા બે વર્ષથી નવા વર્ષની ઉજવણી કરી શકતા ન હતા કે અંબાજી મંદિર આવી શકતા ન હતા. તેવા ભક્તોએ પણ સમગ્ર દેશ અને વિશ્વમાંથી કોરોના જેવા રોગમાંથી મુક્તિ મળે અને આવનારું વર્ષ સુખાકારી નિવડે અને શાંતિપૂર્ણ પસાર થાય તેવી પણ પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં માય ભક્તો અંબાજી મંદિરના શિખરે બાવન ગજની ધજાઓ પણ ચડાવતા નજરે પડ્યા હતા. જ્યારે અમદાવાદના એક માઈ ભક્તે માતાજીના 21 કીલો વેજેટેરીયન કેક નો પ્રસાદ ધરાવી પ્રસાદ સ્વરુપે વહેચ્યો હતો.
આ પણ વાંચો: 1 જાન્યુઆરી 2023, જાણો આજના પંચાંગ વિશે
વર્ષની શરૂઆત મંદિરથી: જોકે, અનેક એવા ભક્તો પણ હોય છે જેઓ પોતાના નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શન કરીને કરતા હોય છે. અમદાવાદ, રાજકોટ, સુરત, પાલનપુર તેમજ રાજ્યભરમાંથી આબુની મોજ માણીને પરત આવેલા પ્રવાસીઓએ માતાજીના શરણ માથુ ટેકવ્યું હતું. આ વખતે પહેલી વખત એવું બન્યું હતું કે, 31મી ડીસેમ્બર શનિવારે અને રવિવારથી નવું વર્ષ શરૂ થતું હોય. આ રજાનો લાભ લઈને માઈ ભક્તો તથા પ્રવાસીઓ અંબાજી-આબુ તરફ ઉમટ્યા હતા.
ચેક પોસ્ટે ચેકિંગ: આબુથી અંબાજી તરફ આવતા છાપરી ચેકપોસ્ટ ઉપર પણ ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકપોસ્ટ પરથી આગળ જતા એ હાઈવે રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન આબુને જોડે છે. જ્યાંથી મોટાભાગના ગુજરાતથી આબુ કે રાજસ્થાન જનારા લોકો આવ જા કરે છે. લીકર ડ્રાઈવને લઈને અંબાજી પાસે આવેલી છાપરી ચેકપોસ્ટ ઉપર પણ ચેકિંગ વધારી દેવામાં આવ્યું હતું