ETV Bharat / state

કાંકરેજના હરિનગર પ્રાથમિક શાળાના શિક્ષકનું અનોખું શેરી શિક્ષણ

કોરોના મહામારીના સમયમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી નાના બાળકો વાંચન- લેખન ભુલી ન જાય તે માટે બનાસકાંઠા જિલ્લાના એક શિક્ષકે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોબાઈલની સુવિધા ઓછી હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ભારે અગવડતા પડતી હતી. આ શિક્ષક પોતાના કપડાં પર જ શબ્દો લખીને બાળકોને શેરી શિક્ષણ આપી રહ્યા છે.

Kankraj News
Kankraj News
author img

By

Published : Jul 1, 2021, 8:53 PM IST

  • કોરોના વાઈરસની મહામારીમાં શિક્ષણ પર મોટી અસર
  • ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓને ભણતર પર મોટી અસર
  • કાંકરેજ તાલુકાના હરીનગર પ્રાથમિક શાળામાં શિક્ષકનું અનોખુ શિક્ષણ

બનાસકાંઠા : સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેર (The second wave of the corona virus) ઘાતક સાબિત થઇ હતી. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઈરસનું (corona virus) સંક્રમણ વધે નહીં તે માટે ગુજરાતની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. ગત વર્ષે પણ કોરોના વાઈરસ (corona virus) ની મહામારીમાં શાળાઓ બંધ થતા વિદ્યાર્થીઓ પર મોટી અસર જોવા મળી હતી. જેમાં સરહદી વિસ્તારના બાળકો પર વધારે અસર પડી છે. કાંકરેજમાં એક શિક્ષકે અનોખા શેરી શિક્ષણનો પ્રયાસ કર્યો હતો.

કાંકરેજના હરિનગર પ્રાથમિક શાળાના શિક્ષકનું અનોખું શેરી શિક્ષણ

આ પણ વાંચો : બનાસકાંઠાના પારપડા ગામે અનોખું શિક્ષણ, લાઉડ સ્પીકરથી વિદ્યાર્થીઓને અપાય છે શિક્ષણ

પોતાના શર્ટ પર જ લખાણ લખી વિદ્યાર્થીઓને આપી રહ્યા છે શિક્ષણ

છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારીમાં શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે બંધ હાલતમાં છે. જેના કારણે નાના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી શકતા નથી અને શેરી શિક્ષણ આપવા માટે જતા શિક્ષકોને ક્લાસ જેવી સુવિધા શેરીઓમાં મળતી નથી. જેથી બાળકોને શાળામાં બ્લેકબોર્ડ જેવી જ સુવિધા શેરીમાં મળી રહે અને વાંચન- લેખન ભૂલી ન જાય તે માટે કાંકરેજ તાલુકાના હરિનગર પ્રાથમિક શાળા (Harinagar Primary School) ના એક શિક્ષકે અનોખુ શેરી શિક્ષણ (Unique street education) આપવાની શરૂઆત કરી છે.

આ પણ વાંચો : શિક્ષણ વિભાગનો પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય, યુનિવર્સિટીઓ યોજશે ઓફલાઈન પરીક્ષા

વિદ્યાર્થીઓ પણ સરળતાથી શિક્ષક પાસેથી શિક્ષણ મેળવી રહ્યા છે

કાંકરેજ તાલુકામાં આવેલી હરીનગર પ્રાથમિક શાળા (Harinagar Primary School) માં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડતી હતી. આવા સમયે હરીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ શિક્ષણ શરૂ કર્યું છે, જેનું નામ છે નિલમભાઈ પટેલ . આ નિલમભાઈ પટેલે બાળકોને ભણાવવા માટે પોતાના કપડાં પર જ મૂળાક્ષરો, હિન્દી-ગુજરાતી શબ્દો, સરવાળા- બાદબાકીની પ્રક્રિયા પેઇન્ટિંગ કરીને જાય છે. જેથી બાળકો તેમના કપડાં પરનું લખાણ જોઈને શિક્ષણકાર્ય કરે છે. નીલમ ભાઈ પટેલ દ્વારા આપવામાં આવતું આ અનોખું શેરી શિક્ષણ (Unique street education) લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ગ્રામજનોએ પણ બિરદાવ્યો શિક્ષકનો પ્રયાસ

જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવતા હોવાના કારણે તેમની પાસે સારો મોબાઈલ ન હતો. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેતા હતા. આવા સમયે હરીનગર પ્રાથમિક શાળાના શિક્ષકના આ અનોખા પ્રયાસથી બાળકોને પણ ફાયદો થઈ રહ્યો છે. નીલમભાઈ પટેલ દ્વારા ગામની શેરીમાં એક વૃક્ષની નીચે તમામ વિદ્યાર્થીઓને હાલમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે પણ અનોખી રીતે. વાલીઓ પણ આ શિક્ષણથી પ્રભાવિત થયા છે અને પોતાના બાળકોમાં શિક્ષણના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેથી ગ્રામજનો પણ શિક્ષકના આ પ્રયાસને બિરદાવી રહ્યા છે.

શિક્ષક કભી સાધારણ નહીં હોતા કહેવતને સાર્થક કરી

"કહેવત છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમે પલતે હૈ." પ્રલય તો નહીં, પરંતુ કોરોના મહામારીમાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી બાળકો વાંચન અને લેખનની કળા ભૂલી ન જાય તે માટે શિક્ષાની જ્યોત જાળવવાનો પ્રયાસ કરીને સુંદર નિર્માણ કર્યું છે. તેમના આ વિચારની અસર પણ જોવા મળી રહી છે. બાળકના ઘડતરની જવાબદારી શિક્ષક પર રહેતી હોય છે. જે રીતે નીલમભાઈ પટેલ બાળકોના ઘડતરને લઈ ચિંતિત જોવા મળી રહ્યા છે તેવી ચિંતા જો દરેક શિક્ષક રાખે તો દેશનું ભાવિ ઉજ્જવળ બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.