બનાસકાંઠા : કોરોના મહામારીના સમયમાં લોકડાઉન ચાલુ થયું ત્યારથી આશરે ત્રણ માસથી સતત કાણોદર ગામના સેવાભાવી વકીલ પ્રકાશભાઈ ધારવા દ્વારા સેવાયજ્ઞ શરૂ કરાયો છે. જેમાં અલગ-અલગ સેવાની કામગીરીની સાથે સાથે દર રવિવારે મગરવાડા વરસડા રોડ નજીક કપિરાજ, ગાય, કુતરા જેવા પ્રાણીઓને 10 કિલો શુદ્ધ ઘઉના રોટલા બનાવી ખવડાવવામાં આવે છે, ત્યારે આજરોજ રવિવારે છાપી પોલીસ સ્ટેશનના PSI એલ.પી.રાણા દ્વારા આજનો સંપૂર્ણ ખર્ચ આપી આ સેવાયજ્ઞમાં જોડાયા હતા.
કહેવાય છે કે ક્ષત્રિય ધર્મ પાળવો તે રાજપુતાના હાથમાં હોય છે, ત્યારે એ ધર્મ પાળતા એલ.પી.રાણા પોતાના ધર્મ સાથે કટિબદ્ધતા સાથે પ્રાણીઓને ખોરાક આપી અધિકારીની સાથે-સાથે માનવતાનો ધર્મ પણ નિભાવ્યો છે. PSI દ્વારા માનવતાની અને અબોલ જીવ દયાની સેવાથી ઘણા લોકો પ્રેરણા લે અને લોકો પ્રેરિત થાય અને પોતાનાથી બનતી સેવા કરે અથવા આ જે સેવાયજ્ઞ ચાલે છે તેમાં આર્થિક મદદ કરે અને સેવાનો લાભ લઇ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય છે. સાથે સાથે આજ રોજ રવિવારે રાધનપુરના રાધે મહિલા સેવા ટ્રસ્ટના પ્રમુખ અલ્કાબેન પ્રજાપતિ, મગરવાડાના સરપંચ પ્રકાશસિંહ સોલંકી અને કાણોદર ગામના અહમદ હાડા, અકબરભાઈ બંગલાવાળા અને બાબુભાઇ સોલંકી પણ આ સેવાયજ્ઞમાં જોડાયા હતા.
આજે રવિવારે ગુરુપૂર્ણિમા પાવન અવસરે મગરવાડાના ગાદીપતિ વિજયસોમજી મહારાજના આશીર્વાદ લઇ આ સેવાયજ્ઞ ટ્રસ્ટ બને તે તરફ પગલાં ભરાયા હતાં. વિજય સોમજી મહારાજે પણ આ ટ્રસ્ટ બને અને ખૂબ નામ કમાઇ અને ખૂબ સેવા કરે તેવા આશીર્વાદ આપ્યા હતાં.