- જિલ્લાની તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાયા
- કોરોના મહામારીમાં વિવિધ સંસ્થાઓની અનોખી સેવા
- બનાસ કોવિડ હોસ્પિટલમાં બનાસડેરીના કર્મચારીની અનોખી સેવા
બનાસકાંઠા : જિલ્લામાં કોરોનાવાયરસની મહામારી દિવસેને દિવસે વધી રહી છે. વધતી જતી કોરોનાવાયરસની મહામારી વચ્ચે હાલમાં જિલ્લાની પરિસ્થિતિ બેકાબૂ બની છે. શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામીણ વિસ્તાર તમામ વિસ્તારોમાં હાલ કોરોનાવાયરસના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા
જિલ્લામાં અત્યારસુધી કોરોનાવાયરસની મહામારીમાં હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે અને કોરોનાવાયરસની મહામારીમાં સારવાર દરમિયાન મોતને પણ ભેટે છે. ખાસ કરીને જિલ્લાના ડીસા અને પાલનપુરમાં કોરોનાવાયરસ સૌથી વધુ બેકાબૂ બન્યો છે. અત્યારસુધી જિલ્લાના ડીસા અને પાલનપુરમાં સૌથી વધુ કોરોના દર્દીઓ સામે આવ્યા છે. જેના કારણે ડીસા અને પાલનપુરમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે.
કોરોના દર્દીઓને સમયસર સારવાર પણ મળવી મુશ્કેલ બની
મોટાભાગની તમામ હોસ્પિટલો હાલમાં કોરોનાના દર્દીઓથી ઉભરાતા અન્ય કોરોના દર્દીઓને સમયસર સારવાર પણ મળવી મુશ્કેલ બની છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે. તે પ્રમાણે હાલમાં દિવસેને દિવસે જિલ્લામાં કોરોનાવાયરસની મહામારીમાં સતત વધારો થઈ રહ્યો છે.
જિલ્લામાં જે પ્રમાણે કોરોના વાયરસની મહામારીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે હાલમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. જેના કારણે દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને રહેવા અને જમવા માટે અનેક તકલીફો પડી રહી છે. સતત વધતા જતા કોરોનાવાયરસના કેસના કારણે હાલમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં બંધ પાળવામાં આવ્યું છે.
વિવિધ સંસ્થાઓ દ્વારા જમવા-રહેવાની સેવા કરવામાં આવી રહી
બહારથી કોરોનાની સારવાર લેવા માટે આવેલા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને જમવા માટે સૌથી વધુ તકલીફ પડતી હોય છે. ત્યારે આવા સમયે જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા કોરોના દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓ માટે જમવા અને રહેવા માટેની અનોખી સેવા કરવામાં આવી રહી છે. અત્યારસુધી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વિવિધ સંસ્થાઓ દર્દીઓ અને સગા-સંબંધીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
બનાસ કોવિડ હોસ્પિટલમાં જમવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી
પાલનપુરમાં વધતા જતા કોરોનાવાયરસના કેસના કારણે મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે પાલનપુરમાં તમામ ધંધા રોજગારો બંધ છે તેના કારણે પાલનપુર ખાતે કાર્યરત બનાસ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને જમવા માટેની સૌથી વધુ તકલીફો પડતી હોય છે. ત્યારે આવા સમયે બનાસ ડેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ ફાળો એકત્રિત કરી આ તમામ લોકો માટે હાલમાં બનાસ કોવિડ હોસ્પિટલમાં જમવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
અન્ય દર્દીઓના ફોન આવતા અન્ય લોકોને માટે પણ વ્યવસ્થા પુરી પડાઇ
આ ઉપરાંત બહારથી પણ અન્ય દર્દીઓના ફોન આવતા બનાસ ડેરીના કર્મચારીઓ દ્વારા આવા લોકોને પણ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે કોરોના વાયરસની મહામારીમાં ચોક્કસથી કહી શકાય કે, હાલમાં કોરોનાવાયરસની મહામારીમાં દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓ માટે બનાસ ડેરીના કર્મચારીઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.