- બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોરોના ની ત્રીજી લહેર (Third Wave of Corona)જોવા મળી
- નાગાલેન્ડથી આવેલા જવાનું કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયું
- 1000 જેટલા જવાનોનું ટેસ્ટિંગ થતા 20 જવાનો કોરોના પોઝિટિવ
- તમામ BSFના જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા
બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા 20 જેટલા BSFના જવાનો કોરોના સંક્રમિત થયા હોવાની ઘટના સામે આવી છે. નાગલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. સરકારી ગાઈડલાઈન અને BSFના પ્રોટોકોલ મુજબ અન્ય રાજયમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 20 જેટલા જવાનોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું અને તમામ BSFના જવાનોનું ટેસ્ટિંગ કર્યા બાદ અન્ય જવાનોમાં કોરોના ન વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Dwarka Jagat Mandir Flag: વીજળી પડ્યા બાદ નિયતસ્થાને ધજાનું આરોહણ થયું, ભકતોમાં હર્ષોલ્લાસ છવાયો
સેમ્પલ ગાંધીનગર લેબ ખાતે મોકલવામાં આવ્યા
આરોગ્ય વિભાગે પણ BSFના જવાનોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ નાગાલેન્ડ (Nagaland) થી આવેલા તમામ જવાનોના સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું અને આ કોરોના કયા વેરિયન્ટનો છે તેની તપાસ માટે સેમ્પલ ખાસ ગાંધીનગર લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ જ કયો વેરિયન્ટ છે તે મુજબ આરોગ્ય વિભાગ આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પમ વાંચો : કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ લવાશે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્ર પહોંચી
બનાસકાંઠા જિલ્લામાં ત્રીજી લહેર
બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેર ભયાનક સાબિત થઇ હતી. કોરોનાની બીજી લહેર લોકોની બેદરકારીના કારણે સામે આવી હતી. આ કોરોનાવાયરસ ની બીજી લહેરમાં બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે હજુ તો માંડ માંડ કોરોના વાયરસની બીજી લહેર પૂર્ણ થઇ છે, ત્યારે ફરી એકવાર કોરોના વાયરસના કેસો શરૂ થયા છે, ત્યારે હજુ પણ લોકો જો ધ્યાન નહીં રાખે તો ફરી એકવાર કોરોના વાયરસની ત્રીજી લહેર બનાસકાંઠા જિલ્લામાં આવી શકે તેમ છે.