ETV Bharat / state

ડીસામાં તસ્કરો બેફામ, 13 દુકાનોના તાળા તૂટ્યાં - ડીસામાં પોલીસની કામગીરી સામે સવાલો

બનાસકાંઠાના ડીસામાં તસ્કરો સક્રિય(Traffickers active in Disa) બન્યા છે. અજાપુરા ગામ પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં છ દુકાનોના શટરના તાળા તોડી (Locks were broken in 6 shops in Ajapura village) ચોરી કરી હતી. તો આખોલ ચાર રસ્તા પાસે સાત દુકાનોને ટાર્ગેટ બનાવી (Locks were broken in 7 shops in aakhol) હતી. ચોરી કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ડીસા તાલુકા પોલીસે ચોરી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ડીસામાં છેલ્લા દસ દિવસથી તસ્કરરાજ જેવી સ્થિતિ સર્જાતા પોલીસની કામગીરી સામે પણ વેપારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે.

13 દુકાનોના તાળા તૂટ્યા
13 દુકાનોના તાળા તૂટ્યા
author img

By

Published : Dec 25, 2022, 8:25 PM IST

ડીસામાં છેલ્લા દસ દિવસથી તસ્કરરાજ જેવી સ્થિતિ

બનાસકાંઠા: શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ તસ્કરો સક્રિય(Traffickers active in Disa) બન્યા છે. એક બાદ એક અનેક નાની મોટી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા તાલુકામાં છ તસ્કરોએ 6 દુકાનોના તાળા તોડ્યા હતા. ( Traffickers Locks were broken in 13 shops in Disa)

પોલીસની કામગીરી સામે સવાલો
પોલીસની કામગીરી સામે સવાલો

13 દુકાનોના તાળા તૂટ્યા: ડીસા તાલુકામાં જાણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક બાદ એક મોટી દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ડીસામાં તસ્કરો હવે શહેર બાદ ગ્રામીણ વિસ્તારને ટાર્ગેટ કરી રહ્યા છે અત્યાર સુધી શહેરમાં ચોરી કર્યા બાદ હવે આજે અજાપુરા ગામ પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં છ દુકાનોના શટરના તાળા તોડી (Locks were broken in 6 shops in Ajapura village) ચોરી કરી ગયા છે. મોડી રાત્રે બાપા સદારામ એગ્રો સેન્ટર, શ્રીરામ એગ્રો સેન્ટર, શ્રી બાળાગૌરી એન્ટરપ્રાઇઝ, ગુરુ સીડ્સ, નીલકંઠ પાર્લર અને ઓમ બ્રિજ સર્વિસ નામની દુકાનોમાંથી તસ્કરો રોકડ સહિત માલસામાનની ચોરી કરી હતી. વહેલી સવારે ઘટનાની જાણ થતા જ દુકાન માલિકોએ જાણ કરતા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો: મોરબી શહેરમાં PGVCLનું ચેકિંગ, 10.50 લાખની વીજ ચોરી ઝડપાઈ

સીસીટીવીમાં કેદ થયા તસ્કરો: ડીસાના રેલવે સ્ટેશન ચાર રસ્તા પર બે દુકાનોમાં ચોરી થયા બાદ આખોલ ચાર રસ્તા પાસે પણ તસ્કરોએ સાત દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરી (Locks were broken in 7 shops in aakhol) કરી હતી. અજાણ્યા તસ્કરો સીસીટીવી માં દેખાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસામાં તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને રીતસર પડકાર ફેંકતા હોય તે રીતે એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ડીસાના રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે બે દુકાનોમાં ચોરી કર્યા બાદ અજાણા તસ્કરોએ આખોલ ચાર રસ્તા પાસે આવેલી સાત દુકાનોને ટાર્ગેટ બનાવી હતી. જેમાં કેટલીક દુકાનોમાં નિષ્ફળ પ્રયાસ થયો હતો. જય સિકોતર ટ્રેડિંગ,એસ વી ટુલ્સ,રાધે એગ્રો સેન્ટર અને શિવ ટ્રેડર્સ સહિત 7 જટલી દુકાનોના શટર તોડી તસ્કરો માલ સામાનની ચોરી કરી ગયા હતા. વહેલી સવારે વેપારીઓને જાણ થતા જ તેઓએ ડીસા તાલુકા પોલીસની જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી અજાણ્યા તસ્કરો હાઇવે પરની દુકાનોને ટાર્ગેટ બનાવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા માલિક સહિત ત્રણ લોકોને પતાવી દીધા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

પોલીસની કામગીરી સામે સવાલો: ચોરી કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ડીસા તાલુકા પોલીસે ચોરી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસથી ડીસા પંથકમાં સતત ચોરીઓની ઘટનાઓનો સિલસિલો ચાલુ છે. ડીસામાં તસ્કરરાજ જેવી સ્થિતિ સર્જાતા પોલીસની કામગીરી સામે પણ વેપારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.