ETV Bharat / state

બસ ઊભી ન રાખતા વિદ્યાર્થીઓએ ડીસા-થરાદ હાઇવે ચક્કાજામ કર્યો - Traffic

બનાસકાંઠા: ડીસા-થરાદ રોડ પર વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. બસ ઉભી રાખવાના મુદ્દે ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ ૧૫ જેટલી બસો રોકી ચક્કાજામ કરતા અસંખ્ય મુસાફરો પણ 5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.

ભણે ગુજરાતમાં હવે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે બસ રોકવા કરવું પડે છે ચક્કાજામ
author img

By

Published : Jul 17, 2019, 11:40 AM IST

24 કલાક ધમધમતા ડીસા-થરાદ હાઇવે પર સવારથી જ ચક્કાજામ થઇ ગયો હતો. અહીં સમશેરપુરા ગામ પાસે 300થી પણ વધુ વિદ્યાર્થીઓએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો. છેલ્લા 2 મહિનાથી વિદ્યાર્થીઓ દ્વારા જોરાપુરા અને સમશેરપુરા ગામ પાસેથી પસાર થતી બસ ઉભી રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

ભણે ગુજરાતમાં હવે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે બસ રોકવા કરવું પડે છે ચક્કાજામ

પરંતુ તેમ છતા બસ ચાલક દ્વારા અહીં બસ ઉભી ન રાખવામાં આવતા 35 જેટલા વિદ્યાર્થીઓને શાળાએ અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

આખરે બસ ઉભી ન રાખતા કંટાળેલા વિદ્યાર્થીઓ સવારે સમશેરપુરાના પાટીયા પાસે 15 જેટલી બસો થોભાવી ચક્કાજામ કરી દેતા હાઈવે પર સર્જાયેલા ટ્રાફિક જામમાં 500થી પણ વધુ મુસાફરો અટવાયા હતા.

સતત 5 કલાક સુધી ટ્રાફિક જામ રહેતા અહીં 300થી પણ વધુ વાહનચાલકો ફસાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ચક્કાજામની જાણ ડીસા એસટી મેનેજરને થતા એસટી મેનેજર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી એસટી મેનેજરે લેખિત અરજી લઈ બાંહેધરી આપી હતી અને બસો બસ સ્ટોપ પર ઉભી રહેશે તેવું મૌખિક જણાવ્યું હતું.

આ ઉપરાંત એસટી ડેપોના મેનેજરના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓએ બસો જવા દીધી હતી પરંતુ તેવી ચિમકી પણ આપી હતી કે જો બસો ફરીથી ઉભી નહિ રહે તો ઉગ્ર આંદોલન કરીશું.

સમગ્ર ઘટનાની માહિતી મળતા જ ડીસા તાલુકા પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓને સમજાવી બસ ઉભી રહેશે તેવી લેખિતમાં ખાત્રી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો. જ્યારે પોલીસે પણ વિદ્યાર્થીઓને સમજાવ્યા બાદ ટ્રાફિક પૂર્વવ્રત કરાવતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 16 07 2019

સ્લગ........ચક્કાજામ

એન્કર......ડીસા થરાદ રોડ ઉપર આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ ચક્કાજામ કર્યો હતો . બસ ઉભી રાખવાના મુદ્દે ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ ૧૫ જેટલી બસો રોકી ચક્કાજામ કરતા અસંખ્ય મુસાફરો પણ પાંચ કલાક સુધી ટ્રાફિક માં ફસાયા હતા.....
Body:
વી ઓ .......24 કલાક ધમધમતા ડીસા-થરાદ હાઇવે પર આજે વહેલી સવારથી જ ચક્કાજામ થઇ ગયો હતો અહીં સમશેરપુરા ગામ પાસે 300 થી પણ વધુ વિદ્યાર્થીઓએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો છેલ્લા .બે મહિનાથી વિદ્યાર્થીઓ દ્વારા જોરાપુરા અને શમશેરપુરા ગામ પાસેથી પસાર થતી બસ ઉભી રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમ છતા બસ ચાલક દ્વારા અહીં બસ ઉભી ના રાખવામાં આવતા 35 જેટલા વિદ્યાર્થીઓ ને શાળાએ અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઇ જ કાર્યવાહી ન થતા અને બસ ઉભી ન રહેતા કંટાળેલા વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે સમશેરપુરા ના પાટીયા પાસે 15 જેટલી બસો થોભાવી ચક્કાજામ કરી દેતા હાઈવે પર સર્જાયેલા ટ્રાફિકજામમાં 500 થી પણ વધુ મુસાફરો અટવાયા હતા સતત પાંચ કલાક સુધી ટ્રાફિક જામ રહેતા અહીં 300 થી પણ વધુ વાહનચાલકો ફસાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ચક્કાજામની જાણ ડીસા એસટી મેનેજર ને થતા એસટી મેનેજર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે થી એસટી મેનેજર મેનેજરે લેખિત અરજી લઈ બાંહેધરી આપી હતી અને બસો બસ સ્ટોપ પર ઉભી રહેશે તેવું મૌખિત જણાવ્યું હતું.

બાઈટ:-મુકેશ દેસાઈ, વિદ્યાર્થી

વિઓ:-વિદ્યાર્થીઓ ને શાળા કોલેજ માં અવર જવર માટે બસો ન ઉભીરહેતા આજે બસો રોકી વિરોધ કર્યો હતો.ત્યાર બાદ એસટી ડેપોના મેનેજર ના કહેવા પ્રમાણે બસો જવાદીધી છે પણ જો હવે બસો નહિ ઉભી રહે તો ઉગ્ર આંદોલન કરવા માં આવશે તેવી વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું..

બાઈટ:-વિપુલ ઠાકોર (વિદ્યાર્થી)

બાઈટ.....ડાહ્યાજી ઠાકોર, વાલી

Conclusion:વી ઓ ...... ડીસા થરાદ રોડ પર બસો થોભાવી ચક્કાજામ કર્યો હોવાની માહિતી મળતા જ ડીસા તાલુકા પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.રોષે ભરાયેલા વિદ્યાર્થીઓને સમજાવી બસ ઉભી રહેશે તેવી લેખિત માં ખાત્રી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો . જ્યારે પોલીસે પણ વિદ્યાર્થીઓને સમજાવ્યા બાદ ટ્રાફિક પૂર્વવ્રત કરાવતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો......

બાઈટ....રમેશ ચૌધરી, ડેપો મેનેજર, ડીસા

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.