- આજે ચૈત્રી નવરાત્રીની સાથે સવંત 2078ના નવા વર્ષનો પણ શુભારંભ
- સમગ્ર મંદિર પરિષરમાં સન્નાટો છવાયેલો જોવા મળ્યો
- આજે ચૈત્રી નવરાત્રી નિમિત્તે મંદિરમાં ઘટ્ટ સ્થાપન કરાયું
બનાસકાંઠા: આ વખતે કોરોના મહામારીના કારણે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવતા સમગ્ર મંદિર પરિષરમાં સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. આજે ચૈત્રી નવરાત્રી નિમિત્તે મંદિરમાં ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રીમાં જોવા મળી રહી છે કોરોનાની અસર, મંદિરમા માત્ર પૂજારી રહે છે હાજર
મંદિરના કર્મચારીઓ સિવાય એક પણ શ્રધ્ધાળુને પ્રવેશ અપાયો ન હતો
મંદિરના કર્મચારીઓ સિવાય એક પણ શ્રધ્ધાળુને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. શ્રદ્ધાળુઓ વગર જ માતાજીના નિજ મંદિરમાં ઘટ્ટ સ્થાપન સાથે જવેરા વાવીને વિશેષ આરતી ભટ્ટજી મહારાજે ઉતારી હતી અને મંદિરના વહીવટદાર પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હોવાથી દર્શને આવેલા શ્રદ્ધાળુઓ મંદિરની બહાર રોડ પર થી જ દર્શન કરતા નજરે પડ્યા હતા. મંદિરના વહીવટદારે જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રીને લઈને શ્રદ્ધાળુઓને માતાજીના દર્શનનો લાભ મળે તે માટે ઓનલાઈન વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ.
આ પણ વાંચો: અંબાજી મંદિરને કોરોના ગ્રહણ, આજે મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ