ETV Bharat / state

ડીસામાં 10 દુકાનોના તાળાં તૂટ્યા, લાખો રૂપિયાની ચોરી - Shop Theft in Deesa

કોરોના વાઈરસની મહામારી વચ્ચે તમામ ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે બુધવારે રાત્રે તસ્કરોએ ડીસાની મેઈન બજારમાં 10 દુકાનોને નિશાન બનાવી હતી. તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી હતી.

ડીસામાં 10 દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી
ડીસામાં 10 દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી
author img

By

Published : Apr 29, 2021, 8:39 PM IST

  • કોરોના મહામારી વચ્ચે ડીસામાં દુકાનોમાં ચોરી
  • 10 દુકાનોના તાળા તૂટ્યા
  • તસ્કરોએ લાખો રૂપિયાની કરી ચોરી

બનાસકાંઠાઃ જિલ્લામાં એક તરફ કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. જિલ્લામાં કોરોના સતત વધતા જતા કેસના કારણે હાલમાં તમામ બજારો બંધ હાલતમાં જોવા મળી રહી છે. એક તરફ લગ્નની સિઝનમાં જ્યાં દર વર્ષે વેપારીઓ મોટી સંખ્યામાં વ્યાપાર કરતા હતા તે તમામ વેપારીઓ હાલ ધંધા-રોજગાર વગર નવરા બેઠા જોવા મળી રહ્યા છે. ડીસા શહેર એ બનાસકાંઠા જિલ્લાનું વેપારીમથક માનવામાં આવે છે અને હાલમાં આ વેપારી મથક ડીસામાં કોરોના વાઈરસના કેસમાં વધારો થતા ગ્રાહકોની સંખ્યામાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે.

ડીસામાં 10 દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી
ડીસામાં 10 દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી

આ પણ વાંચોઃ ડીસાના અમન પાર્ક સોસાયટીમાં 15 લાખની ચોરી કરી ચોરો પલાયન

એક બાદ એક ચોરીની ઘટનાને આપી રહ્યા છે અંજામ

કોરોના સંક્રમણના કારણે લોકો દ્વારા સ્વયંભૂ બંધ પાળવાનો નિયમ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વધતા જતા કોરોના વાઈરસના કેસને અટકાવવા માટે હાલમાં તમામ તાલુકાઓમાં લોકો સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે, ત્યારે આવા સમયે ચોરને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

ડીસામાં 10 દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી
ડીસામાં 10 દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી

પોલીસે CCTV ફુટેજના આધારે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી

ડીસા શહેરમાં ગત રાત્રીના સમયે તસ્કરોએ ડીસા ની મેઈન બજારમાં પ્રવેશ કર્યો હતો અને રાત્રિના સમયે લોકોની કોઈ અવર-જવર ન હોવાના કારણે તેનો લાભ ઉઠાવી આ તસ્કરોએ 10 દુકાનોને નિશાન બનાવી તમામ દુકાનમાંથી ચોરી કરી હતી. આ ચોરીની ઘટનાની જાણ આજુબાજુના દુકાનદારોને થતા તેઓએ દુકાનમાલિકને જાણ કરી હતી, જ્યાં દુકાન માલિકોએ દુકાન પર પહોંચી તપાસ કરતા પોતાની દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે તમામ દુકાન માલિકોએ ડીસા દક્ષિણ પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જ્યાં CCTV ફુટેજના આધારે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસામાં 10 દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી
ડીસામાં 10 દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી

આ પણ વાંચોઃ ડીસા શહેરમાં બંધ મકાનમાંથી 3.5 લાખની મત્તાની ચોરી

તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માગ

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો હોવાના કારણે રાજસ્થાનમાંથી પણ ગ્રાહકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ડીસા શહેરમાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાઈરસની મહામારીના કારણે ડીસા શહેરમાં ચાલતાં તમામ ધંધા-રોજગાર પર મોટી અસર પડી છે. ત્યારે આવા સમયે ચોર ટોળકી સક્રિય બની છે અને એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે હાલમાં ડીસાના વ્યાપારીઓ માગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આવા તસ્કરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર થતી ચોરીની ઘટના અટકી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.