ETV Bharat / state

બનાસકાંઠા ન્યૂઝ: પત્નીએ પોતાના બે ભાઈ સાથે મળીને પતિની ઢીમ ઢાળી દીધું, હત્યા બાદ ખેતરમાં દાટી દીધો મૃતદેહ - બનાસકાંઠા ન્યૂઝ

બનાસકાંઠાના અમીરગઢના ખારા ગામેથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસે તપાસ કરતા, મૃતક યુવકની પત્નીએ અને બે સાળાએ સાથે મળી તેણે મોતને ઘાટ ઉતાર્યો હોવાનું અને હત્યા બાદ મૃતદેહને દાટ્યો હોવાનું ખુલ્યું છે. અમીરગઢ પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદને આધારે આરોપી પત્ની અને બે સાળાઓને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીએ પોતાના બે ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 9:57 AM IST

પત્નીએ પોતાના બે ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા

બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના ખારા ગામે વનરાજસિંહ ગુલામસિંહ ચૌહાણના ખેતરમાં રાજેશ નામનો એક યુવક તેની પત્ની સાથે ભાગ્યા તરીકે કામ કરીને રહેતો હતો. જો કે આ યુવક થોડા દિવસો અગાઉ ઘરેથી છૂટક મજૂરીએ જવાનું કહી નીકળ્યો પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા ખેતર માલિકે યુવકના પિતાને આ અંગેની જાણ કરી હતી અને યુવકના પિતા ઉષાભાઈ ખારા ગામે પહોંચ્યા હતાં અને તેમણે આ મામલે અમીરગઢ પોલીસ મથકે પોતાનો દીકરો ગુમ થયો હોવાની અરજી આપી હતી.

દાટેલી હાલતમાં મળી લાશ: જોકે પોલીસ યુવકની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન જ ખેતર માલિકને તેમના ખેતરની બાજુમાંથી પસાર થતા વાડા નજીક કપડું પડેલું દેખાતા તેમને શંકા ગઈ અને યુવકના પિતા ઉષાભાઈને જાણ કરી અને બંનેએ અમીરગઢ પોલીસનો સંપર્ક કર્યો. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જમીનમાં કંઈક દાટ્યું હોવાની શંકાએ અમીરગઢ મામલતદારને સ્થળ પર બોલાવી તે જગ્યા પર ખાડો ખોદતા અંદરથી કોહવાઈ ગયેલો રાજેશનો મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો હતો...

પત્ની અને સાળા બન્યા ઘાતકી: જોકે મૃતક રાજેશના પિતાને રાજેશની હત્યા તેની પત્નીએ જ કરી હોવાની શંકા જતા રાજેશના પિતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને પોલીસે તપાસ કરી તો રાજેશની હત્યા તેની પત્ની અને બે સાળાઓએ સાથે મળીને કરી હોવાનું ખુલ્યું હતું. જેથી રાજેશની પત્ની અને બે સાળઓને દબોચી લીધા હતા અને તેમની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જોકે આ હત્યા ક્યા કારણોસર થઈ તે દિશામાં તપાસ કરી તો પારિવારિક ઝઘડા અને શંકાઓનું કારણ સામે આવી હતી. પોલીસે અત્યારે તો આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  1. Banaskantha Crime News: સામુહિક આત્મહત્યા દુષ્પ્રેરણના બે આરોપીની પોલીસે કરી ધરપકડ, એક જ પરિવારના કુલ 4 સભ્યોએ કરી હતી સામુહિક આત્મહત્યા
  2. Banaskantha News: હત્યાનો આરોપી પેરોલ પર જેલની બહાર નીકળ્યો અને જૂની અદાવતમાં થઇ ગઈ હત્યા, જાણો સમગ્ર મામલો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.