ETV Bharat / state

સુરતના આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યાએ હંગામો મચાવ્યો... - Surat

સુરતઃ ઉનાળો શરુ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાએ હંગામો મચાવી દીધો છે. ત્યારે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર જેવા કે માંડવી, ઉમરપાડા અને માંગરોળ વિસ્તારમાં પાણીની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. સરકારે આ પાણીની સમસ્યા દૂર કરવા માટે અનેક પ્રોજેક્ટ તો બનાવ્યા, પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે લોકો સુધી પાણી પહોંચી શકતું નથી અને લોકો પાણીની હાલાકી ભોગવી રહ્યા છે.

સુરતના આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યા
author img

By

Published : May 15, 2019, 5:54 AM IST

ડાયમંડ નગરી સુરતના માંગરોળ તાલુકામાં પાણી પુરવઠા દ્વારા જૂથ યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ જૂથ યોજનામાં 35 કરોડના ખર્ચે 48 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી બનાવવામાં આવી હતી, પરંતુ પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડતા આ જૂથ યોજનાનું પાણી માત્ર 12 ગામ પૂરતું જ સીમિત રહી ગયું છે અને પાણી મોટા ભાગના ગામોમાં નથી પહોંચી રહ્યું. પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થયું તેને 1 વર્ષથી વધારે સમય વિતી ગયો હોવા છતાં તેનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી.

સુરતના આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યા

આ બધું જોતા લાગી રહ્યુ છે કે, અધિકારીઓને માત્ર પગાર લઈ આરામથી પોતાના AC કાર્યાલયમાં બેસવામાં જ વધુ રસ છે. માત્ર ને માત્ર અધિકારીની બેદરકારીને લીધે 48 ગામના લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે. ગામના સરપંચના કહેવા પ્રમાણે પાણી પુરવઠા વિભાગે ગામે ગામ પંપ તો ઉભા કરી દીધા પણ એ પંપનું સમારકામ કરવાનું આવે તો અધિકારી કહે છે કે, આ કામો તો ગ્રામ પંચાયતમાં આવે છે. જેથી તેનું સમારકામ પંચાયતે જ કરવું જોઈએ, પરંતુ ગામની પરિસ્થિતિના હિસાબે જો જોવા જઈએ તો ગ્રામ પંચાયતની આવકનો કોઈ સ્ત્રોત નથી, ગ્રાન્ટમાં આવેલા પૈસા ગામના રોડ રસ્તામાં ખર્ચ થઇ જાય છે તો આવા સંજોગોમાં પાણી માટે પંપનું સમારકામ પંચાયત કેવી રીતે કરી શકે?

ગ્રામજનોની વારંવાર રજુઆત છતાં અધિકારીઓ ગામની મુલાકાત કરવા માટે પણ આવવા તૈયાર નથી, હવે સરકાર આવા બેદરકાર અધિકારીઓ સામે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું છે.

R_GJ_SUR_02_ADHIKARI MAST PRAJA TRAST_14MAY_GJ10025

ઉનાળો શરૂ થતાં ની સાથે અનેક વિસ્તારો માં પાણી ની સમસ્યા ની બુમો પડે છે,ત્યારે સુરત જિલ્લા ના આદિવાસી વિસ્તાર જેવા કે માંડવી,ઉમરપાડા અને માંગરોળ વિસ્તાર માં પાણી ની ખૂબ જ અછત વર્તાઈ રહી છે,સરકારે આ પાણી ની સમસ્યા દૂર કરવા માટે પ્રોજેક્ટ તો બનાવ્યા પરંતુ તો પણ અધિકારી ને બેદરકારી ને કારણે લોકો સુધી પાણી પહોંચતું નથી...

વિવિધ જગ્યા ઓ પર ઉઠતી પાણી સમસ્યા ને હલ કરવા માટે સરકારે વિવિધ યોજનાઓ ને અમલ માં મૂકી છે,તેવી જ એક યોજના સુરત ના માંગરોળ તાલુકા માં પાણી પુરવઠા જૂથ યોજના અમલ માં મુકવામાં આવી હતી,આ જૂથ યોજના ૩૫ કરોડ ના ખર્ચે ૪૮ ગામો ને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુ થી બનવામાં આવી હતી,પરંતુ આ પીવાના પાણી ની પાઇપ લાઈન માં ભંગાણ પડતા આ જૂથ યોજના નું પાણી માત્ર ૧૨ ગામ પૂરતું સીમિત રહી ગયું છે,અને મોટા ભાગ નું પાણી મોટા ભાગ ના ગામો માં નથી પહોચી રહ્યું. પાણી ની પાઇપ લાઈન માં ભંગાણ થયા ને ૧ વર્ષ થી પણ વધારે સમય વીતી જવા છતાં તેનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી,આ યોજના ની મરામત નું કામ જે તે પાણી પુરવઠા અધિકારી એ ધ્યાન માં લઇ ને કરવું જોઈયે,પરંતુ લાઈન માં ભંગાણ થયા પછી ૧ વર્ષ કરતા પણ વધારે સમય વીતી જવા છતાં અધિકારી દ્વારા કોઈ પગલાં લેવા માં આવ્યા નથી,જોતા તો લાગી રહ્યું છે કે અધિકારી ને માત્ર પગાર લઈ આરામ થી પોતાના એ.સી કાર્યાલય માં બેસવા માં જ વધુ રસ છે..માત્ર ને માત્ર અધિકારી ની બેદરકારી ને લીધે ૪૮ ગામ ના લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે..

ગામ ના સરપંચ ના કહેવા પ્રમાણે પાણી પુરવઠા વિભાગે ગામે ગામ સંપ તો ઉભા કરી દીધા પણ એ સંપ નું સમારકામ કરવાનું આવે તો અધિકારી કહે છે ગ્રામ પંચાયત ના કામો માં આવે તો તો એનું સમારકામ પંચાયતે જ કરવું જોઈએ,પરંતુ ગામ ની પરિસ્થિતિ ના હિસાબે જો જોવા જઈએ તો ગ્રામ પંચાયત ની આવક નો કોઈ સ્ત્રોત નથી,ગ્રાન્ટ માં આવેલા પૈસા ગામ ના રોડ રસ્તા માં ખર્ચ થઇ જાય છે તો આવા સંજોગો માં પાણી ન સંપ ના સમારકામ પંચાયત કેવી રીતે કરી શકે?

પાણી ની સમસ્યા જોતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા વારંવાર અધિકારી ને રજુઆત કરવામાં આવી પરંતુ અધિકારી ને ગ્રામજનો ની સમસ્યા માં કોઈ રસ નથી એવું લાગી રહ્યું છે..

ગ્રામજનો ની વારંવાર રજુઆત છતાં અધિકારીઓ ગામ ની મુલાકાત કરવા માટે પણ આવવા તૈયાર નથી,હવે સરકાર આવા બેદરકાર અધિકારી સામે શુ પગલાં લે છે એ જોવાનું રહ્યું છે...

બાઈટ:-ઇડરીશ મલેક_માંગરોળ તાલુકા ખેડૂત સમાજ પ્રમુખ

બાઈટ:-શાહબુદ્દીન મલેક_સ્થાનિક ગ્રામજન

બાઈટ:- પ્રકાશ ગામીત_સરપંચ રટોડી ગામ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.