બનાસકાંઠાઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(Chief Minister Bhupendra Patel) સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનો અને બાળકોને આજે અનુભવ થયો. મુખ્યપ્રધાને કોટેશ્વર મહાદેવમાં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો (Light and sound show at Ambaji Gabbar)સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલ ગ્રામજનો સાથે ગ્રામ જન બની ગયા - માર્ગમાં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિકની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે પોતીકા ભાવથી વાતચીત કરી તેમના(Koteshwar village of Ambaji)ખબર અંતર પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળાની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામ જન બની ચા ની ચૂસકી લીધી અને નાસ્તો પણ કર્યો હતો. અરવિંદ રૈયાણી મુખ્યસચિવ પંકજ કુમાર પણ તેમની સાથે જોડાયા હતા.