- ડીસા શહેરના નગરપાલિકા દ્વારા વિકાસ અને સેન્ટર હોમનું નિર્માણ
- પ્રાદેશિક કમિશનરે કરી સેલ્ટર હોમની કામગીરીની સમીક્ષા
- ડીસા શહેરનો નગરપાલિકા દ્વારા વિકાસ અને સેન્ટર હોમનું નિર્માણ થઇ રહ્યું છે
બનાસકાંઠા : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરના વિકાસ માટે શહેરમાં સ્થાપના કરવામાં આવેલી નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે ડીસા શહેરનો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ શહેરના વિકાસ માટે ફાળવવામાં આવી હતી. જે અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં સારો એવો વિકાસ થાય તે માટે શહેરમાં નવા રોડ, ગટરની સુવિધા, નવું સ્મશાન, નવો બગીચો, વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે સાયન્સ કોલેજ બનાવવામાં આવી રહી છે.
શહેરમાં થઇ રહ્યો છે હરણફાળ વિકાસ
જ્યારથી ડીસા નગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકાનું શાસન આવ્યું છે. ત્યારે ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓના બનાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જે ચોરીઓના બનાવ અટકાવવા માટે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં તમામ જગ્યા પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેના કારણે ચોરીની ઘટનાઓ પણ સતત અટકી રહી છે. આમ ડીસા નગરપાલિકા દ્વારા સતત શહેરના વિકાસ માટે કામો કરવામાં આવી રહ્યા છે.
પ્રાદેશિક કમિશનરે સેલ્ટર હોમની કામગીરીનું નિરીક્ષણ કર્યું
ડીસા શહેરના વિકાસને વેગ આપતા ડીસા નગરપાલિકા દ્વારા એક કરોડ 42 લાખના ખર્ચે નવું સેલ્ટર હોમ બનાવવામાં આવી રહ્યું છે. જેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. ત્યારે શનિવારે પ્રાદેશિક કમિશ્નર અમિતભાઇ યાદવ દ્વારા આ સેલટર હોમની મુલાકાત લેવામાં આવી હતી.
ડીસામાં બનશે 142 બેડનું સેલ્ટર હોમ
ડીસામાં બની રહેલા ભવ્ય બિલ્ડિંગનું કામ કેવા પ્રકારનું કરવામાં આવ્યું છે, તેમજ ક્યારે પૂર્ણ થશે? તે માટે આ ખાસ મુલાકત લેવામાં આવી હતી. ડીસા ખાતે બની રહેલા સેલ્ટર હોમ 142 બેડનું છે. જેમાં ડીસા શહેરના વસતા નિરાધાર લોકોને રહેવા, જમવા માટેની તમામ સુવિધાઓ આપવામાં આવશે. જેથી આવનારા સમયમાં આ સેલ્ટર હોમ નિરાધાર લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશ.