- બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવોમાં વધારો
- એક જ અઠવાડિયામાં 5 થી પણ વધુ હત્યાના બનાવો આવ્યા સામે
- અમીરગઢ ની સીમમાંથી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
- પ્રેમીને મળવા ગયા બાદ મહિલા થઈ હતી ગાયબ
- પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી
બનાસકાંઠાઃ જિલ્લામાં હત્યાના બનાવ સતત વધી રહ્યા છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ગુનાહિત ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે ત્યારે કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લામાં 5થી પણ વધુ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હત્યા કરનારાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો જ વારંવાર બનતી હત્યાની ઘટના ઓ અટકી શકે તેમ છે.
આ પણ વાંચો- બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ - મુખ્ય સૂત્રધાર નવીન ખટિક તાપી પોલીસના સકંજામાં
અમીરગઢની સીમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
અમીરગઢની સીમમાં એક મહિલાનો મૃતદેહ મળવા મામલે પોલીસને જાણ કરતા પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી તેની તપાસ કરતાં મહિલાના શરીર પર 4થી 5 ચપ્પાના ઘા દેખાતા હતા, જે પ્રથમ દૃષ્ટિએ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમીરગઢમાં રહેતી ત્યકતા તરીકે પોતાનાં માતાપિતા પાસે જીવન પસાર કરતી ભગીબેન નાથબાવા અમીરગઢના નાગજી રબારી સાથે પ્રેમ સંબંધમાં હતી. નાગજી રબારી અને ભગીબેન એકબીજાને મળતા હતા. ગઇકાલે પણ ભગીબેન નાગજી સાથે ગયા હતા. ત્યારબાદ તેમની હત્યા કરેલો મૃતદેહ મળ્યો હતો.
આ પણ વાંચો- પોરબંદર જુરીબાગમાં થયેલ મહિલાના મર્ડરનો ભેદ ઉકેલાયો
આરોપી નાગજી દેસાઈ સામે હત્યાનો ગુનો નોંધાયો
અમીરગઢની સીમમાંથી મળેલી મહિલાના મૃતદેહની જાણ તેના પરિવારજનોને થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં પોતાની બહેનની હત્યા કરાઈ હોવાની તેઓને જાણ થઈ હતી. આ સમગ્ર મામલે મૃતક મહિલાની નાની બહેનની ફરિયાદના આધારે આરોપી નાગજી દેસાઈ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીની તપાસ હાથ ધરી
આ સમગ્ર હત્યાની ઘટના બાદ મૃતક મહિલાની બહેનની ફરિયાદના આધારે પોલીસે આરોપી નાગજી દેસાઈની શોધખોળ હાથ ધરી છે. જ્યારે હત્યા કયા કારણે કરવામાં આવી તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ મહિલા જ્યારે એક વ્યક્તિના પ્રેમ સંબંધમાં હતી તેમ છતાં તેની ચાકુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કેમ કરવામાં આવી તેને લઈને અનેક સવાલો છે.