ETV Bharat / state

ધારાસભ્યએ દાંતા તાલુકાના પાંચ કોવિડ કેર સેન્ટરોની મુલાકાત કરી - Banaskantha News

દાંતા તાલુકામાં કોરોનાના કેસ દીન પ્રતિદીન વધી રહ્યા છે, ત્યારે દાંતા અમીરગઢ વિસ્તારના આદીવાસી લોકોમાં કોરોનાની પરીસ્થીતિ જાણવા અને કોવિડ કેર સેન્ટરોમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓની મુલાકાત કરવા ધારાસભ્ય કાંતીભાઈ ખરાડીએ દાંતા તાલુકાના પાંચ જેટલા કોવિડ કેર સેન્ટરોની મુલાકાત કરી હતી.

Banaskantha News
Banaskantha News
author img

By

Published : May 19, 2021, 5:26 PM IST

  • ધારાસભ્ય કાંતીભાઈ ખરાડીએ દાંતા તાલુકાના પાંચ કોવિડ કેર સેન્ટરોની મુલાકાત કરી
  • દર્દીઓના વૉર્ડમાં જઈ વ્યક્તિગત દર્દીઓની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યાં
  • મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ સાથે પણ મુલાકાત કરી તેમની સેવાને બીરદાવી

બનાસકાંઠા : અંબાજી સેન્ટરની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલા દર્દીઓના વૉર્ડમાં જઈ વ્યક્તિગત દર્દીઓની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યાં હતા. ને જે પ્રમાણે સારવાર તેમજ દર્દીઓને સુવિધા અપાઈ રહી છે તે રુબરુ જાણી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. જોકે આ હોસ્પિટલમાં સતત હાજર રહી કોરોના દર્દીઓને સારવાર આપી રહેલા મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ સાથે પણ મુલાકાત કરી તેમની સેવાને બીરદાવી હતી. ધારાસભ્ય કાંતીભાઈ ખરાડીએ દાંતા તેમજ અમીરગઢના કોવિડ કેર સેન્ટર માટે આરોગ્ય લક્ષી વિવિધ સુવિધાઓ માટે પોતાના ભંડોળમાંથી રૂપિયા 50 લાખની સહાય કરવા દરખાસ્ત કરી હતી.

ધારાસભ્યએ દાંતા તાલુકાના પાંચ કોવિડ કેર સેન્ટરોની મુલાકાત કરી

આ પણ વાંચો : દાંતા અને અમીરગઢના 200 જેટલા ગામડાઓને ઉકાળાની સામગ્રી મોકલાવાઈ

વિવિધ સુવિધાઓ માટે રૂપિયા 25 લાખની સહાય કરી

ધારાસભ્યએ દાંતા તેમજ અમીરગઢના કોવિડ કેર સેન્ટર માટે આરોગ્ય લક્ષી વિવિધ સુવિધાઓ માટે રૂપિયા 25 લાખની સહાય કરી હતી. વધુ સહાય માગવામાં આવશે તો તેઓ પોતાના ભંડોળમાંથી આપવાની પણ જાહેરાત કરી છે.

આ પણ વાંચો : સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા થતા ઉકાળા અને શક્તિવર્ધક ગોળીના વિતરણનું હજારો લોકોએ લીધો લાભ

ઘર આંગણે સારવાર મળી રહે તે માટે કોવિડ કેર સેન્ટરોની સંખ્યા વધારવા માગ કરી

ધારાસભ્યના જણાવ્યા મુજબ સરકારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 નહીં પણ 25 લાખ જ આપવાની સંમતિ આપી હોવાનુ જણાવ્યુ હતું. એટલુ જ નહી જો કોવિડ કેર સેન્ટરો દ્વારા કોઈપણ સામાન માટે વધુ સહાય માગવામાં આવશે, તો તેઓ પોતાના ભંડોળમાંથી આપવાની પણ જાહેરાત કરી હતી. ગામડાઓમાં રહેતા આદીવાસી લોકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે પણ કોવિડ કેર સેન્ટરો દુર પડતા હોવાથી કે પછી યોગ્ય તપાસના અભાવે સારવાર લઈ શકતા નથી. પરિણામે કોરોનાનું સક્રમણ વધવાની શક્યતો દર્શાવી આવા આદીવાસી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવા તેમજ ઘર આંગણે સારવાર મળી રહે તે માટે કોવિડ કેર સેન્ટરોની સંખ્યા વધારવા માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.