ETV Bharat / state

ભાભરમાં વધતા જતા કોરોના કેસને લઈને માનવ સેવા ગ્રુપનો અનોખો પ્રયાસ - Positive energy banners were put up on the main roads of Bhabhar city

હાલના સમયમાં કોરોનાનો ડર માણસોને સતાવી રહ્યો છે. લોકોને માનસિક રીતે મજબૂત બનાવવા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોક જાગૃતિ અને સેવાકીય કાર્ય કરતા માનવતા ગ્રુપ દ્વારા ભાભર શહેરના મુખ્ય માર્ગો પર સકારાત્મક ઉર્જા ભરે એવા બેનર લગાવવામાં આવ્યા છે.

Bhabhar news
Bhabhar news
author img

By

Published : Apr 30, 2021, 7:48 PM IST

Updated : Apr 30, 2021, 9:07 PM IST

  • બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો ભય
  • વાવ, થરાદ, ભાભર, ધાનેરા, અમીરગઢ જેવા વિસ્તારો બંધ
  • શહેરના મુખ્ય માર્ગો પર સકારાત્મક ઉર્જા ભરે એવા બેનર લગાવાયા

બનાસકાંઠા : હાલના સમયમાં કોરોના કરતા કોરોનાનાં ડરના કારણે કેટલાય લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને મરી રહ્યા છે. કોરોનાના આ કહેરથી બચવા માટે સૌપ્રથમ માનસિક સ્થિતિ સુધારવાની જરૂર છે. માનસિક રીતે સ્વસ્થ હશે તો કોરોનામાં અડધી બાજી માણસ આપોઆપ જીતી જાય છે. લોકોને માનસિક રીતે મજબૂત બનાવવા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોક જાગૃતિ અને સેવાકીય કાર્ય કરતા માનવતા ગ્રુપ દ્વારા ભાભર શહેરના મુખ્ય માર્ગો પર સકારાત્મક ઉર્જા ભરે એવા બેનર લગાવવામાં આવ્યા છે.

ભાભરમાં વધતા જતા કોરોના કેસને લઈને માનવ સેવા ગ્રૂપનો અનોખો પ્રયાસ

ડીસા અને પાલનપુરમાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસ

હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અત્યાર સુધી શહેરી વિસ્તારોમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા હતા, પરંતુ હવે દિવસેને દિવસે શહેરી વિસ્તારમાંથી ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસ હાલમાં શહેરી વિસ્તાર ગણાતા ડીસા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે. જેના કારણે હાલમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.

બેનર
બેનર

ગ્રામીણ વિસ્તારો હાલ સ્વૈચ્છિક બંધ પણ પાળી રહ્યા છે

સતત વધતા જતા કોરોના દર્દીઓની સંખ્યાના કારણે બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે શહેરી વિસ્તારમાંથી ગ્રામીણ વિસ્તારના લોકોની થયેલી અવરજવરના કારણે તેમનામાં સંક્રમણ વધ્યું હતું. જેના કારણે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ સતત કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, ભાભર, ધાનેરા, અમીરગઢ જેવા ગ્રામીણ વિસ્તારોમાં સતત વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જેના કારણે આ તમામ ગ્રામીણ વિસ્તારો હાલ સ્વૈચ્છિક બંધ પણ પાળી રહ્યા છે.

બેનર
બેનર

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો

લોકોમાં વધેલા સંક્રમણના કારણે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં રોજના 50થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. સતત વધતા જતાં કોરોના કેસ વચ્ચે તેમને સમયસર સારવાર પણ નથી મળી રહી, જેના કારણે અત્યાર સુધી અનેક લોકોના મોત પણ થયા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે હવે શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતા જતા કોરોના વાઈરસના કેસને કારણે ભયનો માહોલ સર્જાયો છે.

બેનર
બેનર

આ પણ વાંચો : મહીસાગરમાં વિજય રથના માધ્યમ થકી લોક કલાકારો દ્વારા કોરોના અંગે જનજાગૃતિનો અનોખો પ્રયાસ

ભાભરમાં કોરોના મહામારી વચ્ચે માનવ સેવા ગ્રૂપનો અનોખો પ્રયાસ

કોરોનાના દર્દીઓનો આત્મવિશ્વાસ વધારવાના હેતુસર માનવતા ગ્રુપે એક નવી પહેલ શરૂ કરાઇ છે. સામાન્ય રીતે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘણા લોકો માનસિક રીતે ભાંગી પડે છે. તે સમયે તેઓને હિંમત, માનસિક હૂંફની ખૂબ જ જરૃર પડે છે, ત્યારે આવી સ્થિતિમાં લોકોનું મનોબળ મજબૂત બને તે માટે માનવતા ગ્રુપ દ્વારા ભાભરમાં બેનરોમાં શબ્દો વડે માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને એવા પ્રયત્નો કર્યા છે.

બેનર
બેનર

આ પણ વાંચો : કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવા અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ

વિવિધ વિસ્તારોમાં 300 જેટલા બેનર્સ લગાડવામાં આવ્યા

”હું જીતીશ કારણ કે હું આવી અનેક લડતો જીતી ચુક્યો છું, આભને ટેકો દેવાની તાકાત રાખું છું, ભુલતી નહીં ઓ મુસીબત હું માણસ છું, હું પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છું, મને ઇશ્વરે શક્તિઓ પ્રદાન કરી છે, એમ થાકી હારી બેસુ શેનો, જીતુ નહીં તો હું માણસ શેનો, ચડે પડે તોય લડે પણ હારે નહી, એ માણસની જાત” આવા અનેક મોટિવેશન સંદેશાઓ સાથેના બેનર ભાભરની સોસાયટીના ગેટ પર, સર્કલ પર, આઇસોલેશન વૉર્ડમાં, સ્મશાન ભૂમિમાં, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થાનો, હોસ્પિટલો સહિત વિવિધ વિસ્તારોમાં 300 જેટલા બેનર્સ લગાડવામાં આવ્યા છે. આ બેનરો વાંચીને પણ લોકોનો મનોબળ મજબૂત બનશે એવો ગ્રુપને વિશ્વાસ છે.

બેનર
બેનર

આ સંદેશાઓ કંઇક અંશે પોઝિટિવ ઉર્જા ભરશે

કોરોનાથી બચવા માટે સૌપ્રથમ વેક્સિન, મજબૂત મનોબળ અને સકારાત્મક વિચારો હોવાનું ડૉક્ટરો પણ કહે છે. તેથી આ સંદેશાઓ કંઇક અંશે પોઝિટિવ ઉર્જા ભરશે તેમ માનવતા ગ્રુપનું માનવું છે.

Last Updated : Apr 30, 2021, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.