ETV Bharat / state

બનાસકાંઠાના પ્રગતીશીલ ખેડૂતની ખેતી સમગ્ર ભારતમાં ફેમસ - special story

બનાસકાંઠા જિલ્લો ભલે પછાત જિલ્લો હોય, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પછાત નથી. ડીસાના એક પ્રગતિશીલ ખેડૂતને પરંપરાગત પદ્ધતિને બદલી ઇનોવેટિવ આઈડિયાથી ખેતી કરી સફળતા મેળવતા ગુજરાતનાં શ્રેષ્ઠ ખેડૂત તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની આ સફળ ખેતી જોઇને અન્ય ખેડૂતો પણ પ્રેરણા મેળવી રહ્યાં છે.

કનવરજી
કનવરજી
author img

By

Published : Nov 11, 2020, 6:28 PM IST

  • કનવરજીભાઇ કરી રહ્યા છે સફળ ખેતી
  • કનવરજીભાઇને અનેક એવોર્ડ મળ્યા છે
  • અન્ય ખેડૂતો પણ વ્યાપક આવક મેળવી રહ્યા છે

બનાસકાંઠા : ડીસા તાલુકાનાં રાણપુર ગામના કનવરજી ઠાકોર એક પ્રગતિશીલ ખેડૂત છે અને ખેતીમાં હંમેશા અલગ અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી રહ્યા છે. કનવરજી ઠાકોરે તેમના ખેતરમાં અત્યાર સુધીમાં અનેક સફળ પ્રયોગ કર્યા છે. તેમના આ પ્રયોગોની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કનવરજી ઠાકોરની ખેત પદ્ધતિ વિશે ખેતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ સમજાવવામાં આવે છે, તેમજ તેમના ખેતરની મુલાકાત કરાવવામાં આવે છે.

બનાસકાંઠાના પ્રગતીશીલ ખેડૂતની ખેતી સમગ્ર ભારતમાં ફેમસ

રવિ સિઝનમાં બટાટાના પાકના વિકલ્પ તરીકે 2012થી ચોળીનું વાવેતર શરૂ કયું

કનવરજીભાઈએ આવો જ એક પ્રયોગ ચોળીની ખેતીમાં કર્યો હતો. આમ તો ચોળીની ખેતી ચોમાસામાં થતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રવિ સિઝનમાં બટાટાની ખેતીમાં ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના કારણે કનવરજીભાઈ રવિ સિઝનમાં બટાટાના પાકના વિકલ્પ તરીકે 2012થી ચોળીનું વાવેતર શરૂ કયું હતું. કનવરજીએ રવિ સિઝનમાં ચોળીનું સફળ વાવેતર કરી મબલક પાક મેળવતા હવે રવિ સિઝનમાં ચોળીનો પાક બટાટાની ખેતીનો મજબૂત વિકલ્પ સાબિત થયો છે. જે કારણે કનવરજી ઠાકોરને ગુજરાતના શ્રેષ્ઠ 4 ખેડૂતોમાં તેમની પસંદગી કરવમાં આવી હતી.

કનવરજીભાઇની સફળ ખેતીથી અનેક એવોર્ડ મેળવ્યા

છેલ્લા સાત વર્ષથી કનવરજીભાઇ તેમની સફળ ખેતીની પદ્ધતિમાંથી આધુનિકતા તરફ વળ્યા છે. તેમને દર વર્ષે તેમના ખેતરમાં અલગ-અલગ ઇનોવેટિવ આઈડિયા થકી ખેતીમાં સુધારા વધારા કરે છે. અત્યારે તેમને શિયાળામાં ચોળીના પાકમાં સફળતા મેળવ્યા બાદ હાલ તેમને એક સાથે ૩થી ૪ પાક વાવી રહ્યા છે. જેથી તેમને એક જ સિઝનમાં ડબલ અને 3 ગણો નફો મળે છે. આ સાથે ટેકનોલોજીનો પણ તેમને ભરપૂર ઉપયોગ કરે છે. કનવરજી ઠાકોર ગ્રોકવર, મલચિંગ અને ટપક પદ્ધતિ દ્વારા જ તેમની ખેતીમાં મબલખ ઉત્પાદન મેળવી તગડો નફો મેળવી રહ્યા છે. તેમના ઇનોવેટિવ આઈડિયાથી પ્રભાવિત થઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ તેમને પ્રથમ ખેડૂત તરીકેનું સ્થાન મળ્યું છે. આ સિવાય અત્યાર સુધી તેમને બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ, બેસ્ટ ઇનોવેટિવ પીપીએજી અને જિલ્લા કક્ષાએ આત્મા અંતર્ગત પણ તેમને બેસ્ટ ફાર્મર પણ એવોર્ડ મળ્યા છે. એટલું જ નહીં, પરંતુ એક ખાનગી કંપની દ્વારા તેમને ચોળી માટેનાં એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે.

લોકો સુધી સ્વચ્છ અને ચોખ્ખું અન્ન પહોંચે તેની કાળજી રાખે કનવરજીભાઇ

કનવરજીભાઇ ભલે ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક ખેતી કરતા હોય, પરંતુ તેમને આજે પણ પરંપરાત અને સંસ્કૃતિને ભૂલ્યા નથી. દર વર્ષે અષાઢી બીજના દિવસે તેમને પરિવાર સાથે ધરતીમાતાનું પૂજન કરી, ખેતીના જે ઓજારો હોય તેનું પણ પૂજન કરે છે. નવા વર્ષમાં ખેતીની શરૂઆત કરે છે. ખેતરમાં પણ તેમને લોકો સુધી સ્વચ્છ અને ચોખ્ખું અન્ન પહોંચે તે માટેની પણ કાળજી રાખે છે. તેમના ખેતરમાં આજે પણ વિવિધ સૂચનાઓના બોર્ડ લાગેલા છે. ખેતરમાં પાન બીડી પીવી નહીં, ગુટખા ખાઇને ખેતરમાં થૂંકવું નહીં, જેવા અનેક સુવિચારો વાળા બોર્ડ લગાવી અને લોકો સુધી સ્વચ્છ અન્ન પહોંચે અને લોકો પણ સારું ખાઈને સારું વિચારે તેવો તેમનો પ્રયાસ રહે છે.

અન્ય ખેડૂતો પણ કનવરજીભાઇ બન્યા ખેડૂતોનો પ્રેરણા સ્ત્રોત

કનવરજીભાઇ દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના અને ખેડૂતોને પોતાની ખેતી શીખવે છે અને તેમની પ્રેરણાથી બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો હાલ વ્યાપક આવક મેળવી રહ્યા છે. દર વર્ષે કનવરજીભાઇના ખેતરની મુલાકાત લેવા માટે સમગ્ર ભારતના અને યુનિવર્સિટીના એગ્રિકલ્ચરના વિદ્યાર્થીઓ આવે છે. કનવરજીભાઇ પણ એક ખેડૂત તરીકે દરેક લોકોને ખેતી કરવા માટે આહવાન કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે, 2022માં તમામ ખેડૂતોનું ડબલ કમાવાનું સપનું પૂર્ણ થાય તે સાચા અર્થમાં સાબિત થશે.

ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોનો સહયોગ

અત્યારે સામાન્ય નુકસાન થાય તો પણ ખેડૂતો સરકાર સામે સહાયની માગ કરતા હોય છે, ત્યારે કનવરજીભાઇ જેવા પ્રગતિશીલ ખેડૂતો પરંપરા ટેકનોલોજી અને ઇનોવેટિવ આઇડિયા થકી ડબલ નહી, પરંતુ ત્રણ ચાર ગણી કમાણી ખેતીમાંથી કરતા હોય છે. અન્ય ખેડૂતોએ પણ કનવરજી ઠાકોર જેવા પ્રગતિશીલ ખેડૂત પાસેથી પ્રેરણા લઈ ખેતીના વ્યવસાયમાં પ્રગતિ કરવી જોઈએ. આ અંગે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડૉક્ટર યોગેશ પવારે જણાવ્યું હતું કે, શરૂઆતમાં કનવરજી દ્વારા નાની-મોટી ખેતી કરવામાં આવી હતી અને જેમાં કનવરજીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ જે બાદ કનવરજી દ્વારા અમારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઇ ખેતીમાં કઈ રીતે વધુ આવક મેળવી તે અંગેની માહિતી મેળવી હતી અને જેના થકી આજે તેમને સમગ્ર ભારતમાં ચોળાફળીની ખેતીમાં સૌથી વધુ કમાણી કરી રહ્યા છે, ત્યારે અન્ય ખેડૂતો પણ તેમની જેમજ ખેતી કરે તો આવનારા સમયમાં ખેડૂતોને ચોક્કસથી ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.