- વર્ષ 2015માં દુષ્કર્મની ઘટના આચરનારા આરોપીને 10 વર્ષની સજા
- સગીરાને રમેશ નારણભાઈ વણકર નામનો શખ્સ લગ્નની લાલચ આપી લઈ ગયો હતો
- બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનામાં સતત વધારો થયો
આ પણ વાંચોઃ વિસનગરમાં યુવકે લગ્નની લાલચ આપી યુવતીને ગર્ભવતી બનાવી
બનાસકાંઠાઃ જિલ્લામાં વર્ષ 2015માં આરોપી રમેશ નારણભાઈ વણકર એક સગીરાને લગ્નની લાલચ આપી લઈ ગયો હતો. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ દિયોદર પોલીસમથકમાં નોંધાઈ હતી. દિયોદર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો. કોર્ટમાં ગુનો સાબિત થતા કોર્ટે આરોપી રમેશને POCSO એક્ટ મુજબ 10 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનામાં સતત વધારો
બનાસકાંઠામાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. દર વર્ષે દુષ્કર્મ, હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા અવારનવાર બનતી ગુનાહિત ઘટનાઓને અટકાવવા માટે ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવી રહી છે.