ETV Bharat / state

બનાસકાંઠાના ગોદા પાસેની ઘટના, નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલો યુવતીનો મૃતદેહ મળી આવ્યો - Crime news

બનાસકાંઠાના ગોદા ગામ પાસેથી નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલો યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવને પગલે દિયોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. તેમજ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી કરી છે.

નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલ યુવતીનો મૃતદેહ મળી આવ્યો, બનાસકાંઠાના ગોદા પાસેની ઘટના

author img

By

Published : Jan 13, 2021, 6:08 PM IST

  • બનાસકાંઠાના ગોદા ગામની યુવતીનો મૃતદેહ કોથળામાં ભરેલો મળ્યો
  • સાસરિયા પક્ષ દ્વારા યુવતીની હત્યા કરી હોવાના પરિવારજનોના આક્ષેપ
  • દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવા પરિવારજનોની માગ

દિયોદરઃ બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને લોકો પૈસાની લેતી-દેતી તેમજ આવેશમાં આવી જઈ અત્યારે ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં અને હત્યાના બનાવો સામે આવ્યા છેં. હાલમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખાસ કરીને હત્યા જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર અત્યાર સુધી 500થી પણ વધુ લોકોના મોતની જોવામાં આવ્યા છે. ત્યારે હવે આવા હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આગામી સમયમાં હત્યા જેવી ઘટનાઓ અટકી શકે તેમ છે.

  • ગોદા ગામની યુવતીનો મૃતદેહ કોથળામાં ભરેલ મળ્યો

    બનાસકાંઠામાં દિયોદર તાલુકાના ગોધરા ગામ પાસેથી નર્મદા કેનાલમાંથી યુવતીનો મૃતદેહ કોથળામાં ભરેલા મળ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે દિયોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા નર્મદાની મુખ્ય કેનાલમાં એક કોથળામાં મૃતદેહ તરતી હાલતમાં હતો. જેથી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી કોથળાને બહાર કાઢી જોતા તેમાં એક યુવતીના પગ તારથી બાંધેલા અને કોથળામાં પથ્થરો અને મૃતદેહને ભર્યા બાદ કોથળાને તારથી બંધ કરેલી હાલતમાં હતો. જે મામલે પ્રાથમિક તપાસ કરતા આ મહિલા કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની પૂજાબેન ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. પૂજાના લગ્ન અઢી વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે રહેતા વિનોદ ઠાકોર સાથે થયાં હતાં.
    સાસરિયા પક્ષ દ્વારા યુવતીની હત્યા કરી હોવાના પરિવારજનોના આક્ષેપ
  • સાસરિયા દ્વારા યુવતીની હત્યા કરી હોવાના પરિવારજનોના આક્ષેપ

    મૃતક પૂજાના પિતાની વાત માનીએ તો લગ્ન થયા બાદ સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જેથી તેના સાસરિયાઓ અને અન્ય કેટલાક લોકોએ સાથે મળી તેની હત્યા કરી કેનાલમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. જો કે આ મામલે અત્યારે દિયોદર પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં લગ્નના થોડાજ સમય બાદ તેના સાસરિયાઓ દ્વારા તેને માનસિક ત્રાસ આપતા હોવાનું તેના પિતાનું માનવું છે. એટલું જ નહીં, પરંતુ તેના સાસરિયાઓએ તેમ જ અન્ય કેટલાક શખ્સો પર તેની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.

  • દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવા પરિવારજનોની માગણી

    પૂજા ઠાકોરની નિર્મમ હત્યા કરી મૃતદેહને કોથળામાં ભરીને ફેંકી દીધેલી હાલતમાં જોઈ તેના પરિવારજનો દ્રવી ઉઠ્યાં હતાં, ત્યારે દીકરીની નિર્મમ હત્યા કરનાર હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનોની માગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.