- અંબાજીના મંદિરમાં પણ શ્રદ્ધાળુઓનો નોંધપાત્ર ઘટાડો
- સમગ્ર મંદિર પરિષરમાં એકલ દોકલ યાત્રિકો જોવા મળી રહ્યાં છે
- અંબાજી મંદિર બંધ નહીં રહે અને રાબેતા મુજબ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે
બનાસકાંઠા: સમગ્ર મંદિર પરિસરમાં એકલ દોકલ યાત્રિકો જોવા મળી રહ્યાં છે. જોકે ફાગણસુદ પૂર્ણિમાને હોળી ધુળેટીના પર્વમાં અંબાજી મંદિર બંધ નહીં રહે અને રાબેતા મુજબ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે તે માટે મંદિરના દ્વાર ખુલ્લાં રહેશે પણ શ્રદ્ધાળુઓએ કોરોના ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મંદિરમાં દર્શન માટે પહોંચવાનું રહેશે.
આ પણ વાંચો : અંબાજી મંદિરનો વહિવટ સરકારને સોંપવા અંગેના સમાચારને મંદિરના મહંતે ખોટા ગણાવ્યા
અંબાજીમાં હોલિકા દહન સાંજના 6.30 કલાકે કરવામાં આવશે
હોળીના દિવસે અંબાજીમાં હોલિકા દહન સાંજના 6.30 કલાકે કરવામાં આવશે અને મંદિરમાં સાંજની 6.30 કલાકે થતી સાંયકાલ આરતી હોલિકા દહન બાદ જ કરવામાં આવશે. જે નિયત સમય કરતા મોડી થશે પણ સવારની મંગળા આરતી 6.00 કલાકે કરવામાં આવશે. જ્યારે હોળી બાદ બીજા દિવસે ધુળેટીના દિવસે અંબાજી મંદિરમાં ફૂલો દ્વારા રમાતી ફૂલ ડોલ હોળી સરકારની ગાઇડલાઇન પ્રમાણે મુલતવી રાખવામાં આવી છે પણ શ્રદ્ધાળુ મંદિરમાં નિયમો અનુસાર માતાજીના દર્શનનો લાભ લઈ શકશે.
આ પણ વાંચો : યાત્રાધામ અંબાજી ખાતે કોરોના રસીકરણની કામગીરી શરૂ