ETV Bharat / state

ડીસા તાલુકાના ભીલડી ગામમાં દીપડાનો આતંક: ત્રણ લોકો ઈજાગ્રસ્ત - Panther terror

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ભીલડી ગામમાં દીપડો દેખાયો હતો આ દીપડાએ ત્રણ લોકો પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.આ ઘટનાને પગલે પોલીસ સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને દીપડાને પકડી પાડવા માટે રેસક્યું ઓપરેશન શરૂ કર્યું છે.

ડીસા તાલુકાના ભીલડી ગામમાં દીપડાનો આતંક: ત્રણ લોકો ઈજાગ્રસ્ત

author img

By

Published : Sep 18, 2021, 9:27 AM IST

  • ડીસા તાલુકાના ભીલડી ગામ માં ખેતરમાં દીપડો દેખાયો
  • દીપડાએ ખેતરમાં કામ કરતા બે ખેડૂતો પર કર્યો જીવલેણ હુમલો
  • દીપડાએ ખેડૂતો પર હુમલો કરતાં ગામમાં ભયનો માહોલ

બનાસકાંઠા: જિલ્લાના અરવલ્લી પર્વતોની વચ્ચે આવેલો છે. ગુજરાતના જેશોર હિલ બીજા ક્રમનું સૌથી મોટું શિખર છે. અનેક મહત્વની પ્રાણીસૃષ્ટિની પ્રજાતિમાં ચિત્તો, રિસસ મકાઇક, ભારતીય બિલાડી, સાપ, શિયાળ, પટ્ટાવાળી હાઈના, જંગલી ડુક્કર વગેરેનો સમાવેશ થાય છે. બહુવિભાગિત વન જમીન પક્ષીઓથી પાણીના પક્ષીઓ સુધીના વિવિધ પક્ષીઓ માટે યોગ્ય વસવાટ પૂરો પાડે છે. આ અભયારણ્યમાં આઇયુસીએન વર્ગીકરણના આધારે પક્ષીઓની ઘણી દુર્લભ અને ભયંકર પ્રજાતિઓ જોવા મળે છે. સરિસૃપમાં સાપ, કાચબો અને વિવિધ પ્રકારની ગરોળીઓનો સમાવેશ થાય છે. મુની જી કી કુટિયા થી બહારના સૌથી પ્રચલિત ભારતીય અજગર જોવા મળે છે.

પાણી અને શિકાર માટે પ્રાણીઓ જગલ છોડી રહ્યા છે

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે પાણીની મોટી સમસ્યા જોવા મળી રહી છે. પાણી વગર હવે તેની સીધી અસર મોટા મોટા જંગલોમાં પણ જોવા મળી રહી છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આવે જે જેસોરના જંગલમાં પાણી અને ખોરાક વગર અનેક પ્રાણીઓ બહાર આવી રહ્યા છે. ખાસ કરીને રીંછ અને દીપડાઓ સૌથી વધારે ખોરાકની શોધમાં બનાસકાંઠા જિલ્લાના જંગલો માંથી અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી દીપડાઓ અને રીંછના અનેક હુમલાઓ ખેડૂતો પર જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પાણી અને જંગલોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે તેના કારણે હાલમાં જંગલો માંથી વન્યપ્રાણીઓ બહાર આવતા નજરે પડી રહ્યા છે.

ડીસા તાલુકાના ભીલડી ગામમાં દીપડાનો આતંક: ત્રણ લોકો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો : જ્યારે મહાત્મા ગાંધીએ શર્ટ-ટોપી છોડી ધોતી અપનાવી, મદુરાઈ સાથે છે કનેક્શન

ડીસા તાલુકાના ભીલડી ગામે દીપડાનો આતંક

ડીસા તાલુકાના ભીલડી ગામે દીપડો આવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. જેમ જેમ જંગલોનો નાશ થઈ રહ્યો છે તેમ તેમ વન્ય જીવો માનવ વસવાટ ધરાવતા વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં પણ છેલ્લા દશ દિવસમાં બે વખત દીપડો માનવ વસવાટમાં ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ કાંકરેજ તાલુકામાં દીપડાએ ઘૂસીને બે લોકોને ઇજા પહોંચાડી હતી. ડીસા તાલુકાનાં ભીલડી ગામમાં દીપડા ત્રણ લોકો પર હુમલો કરીને ઇજા પહોંચાડી છે. વહેલી સવારના સમયે ભીલડી રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં આવેલા ખેતરમાં વહેલી સવારના સમયે દીપડાએ ત્રણ લોકો પર હુમલો કરીને ઇજા પહોંચાડતા આ ત્રણયે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વેક્સિન ન લેનારાઓને મનપા સંચાલિત બસ, પાર્ટી પ્લોટ, કાંકરિયા અને અન્ય સ્થળોએ 20 સપ્ટેમ્બરથી નહિ મળે પ્રવેશ

દિપડાથી ગામલોકોમાં ભય

ડીસા તાલુકાના ભીલડી ગામમાં ખેતરો વચ્ચે ખેડૂતોએ દીપડો થયો હતો અને આ દીપડો આવ્યો હોવાની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અને જ્યાં દીપડો છેલ્લીવાર દેખાયો હતો તે સ્થળ પર લોકોનું મોટું ટોળું એકત્રિત થયી ગયું હતું. અનેકવાર ખેતરોમાં દિપડાની શોધખોળ કરવા છતાં મોડે સુધી દિપડો જોવા મળ્યો ન હતો

દિપડાએ ત્રણ લોકોને ઈજા ગ્રસ્ત કર્યા

દીપડા એક હિંસક પ્રાણી છે અને ભીલડીમાં દીપડાએ ત્રણ લોકોને ઇજા પહોંચાડી હોવાના લીધે આજે ઘટનાસ્થળ પર લોકો એકત્રિત થયા હતા અને આ ઘટનાની જાણ થતાં પોલીસ અને વન વિભાગની ટિમને કરવામાં આવતા આ બંને ટીમો તાત્કાલિક દીપડાને પકડવા માટેના સાધનો લઈ ભીલડી ખાતે પહોંચી હતી ક્યા ફોરેસ્ટ વિભાગના અધિકારી દ્વારા દીપડાના રેસક્યું માટે પહોંચી ગઈ હતી.મોડી સાંજ સુધી દીપડાના રેસ્ક્યુની કામગીરી ચાલુ રહી હતી.પરંતુ દીપડો પકડાયો નહોતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.