ડીસા: બનાસકાંઠા જીલ્લામાં વધતી જતી અપમૃત્યુની ઘટના વચ્ચે આજે વહેલી સવારના સમયે ડીસા બસ સ્ટેન્ડમાં માંડવીથી અંબાજી જતી બસમાં સવાર બે મુસાફરો મૃત હાલત (body of young boy and girl deesa) માં મળી આવ્યા છે. રાધનપુરના રહેવાસી 21 વર્ષીય વિપુલ રાણા અને 18 વર્ષીય ખુશ્બુ રાણા રાત્રે સવા બે વાગે પાલનપુર જવા માટે માંડવીથી અંબાજી જતી બસમાં સવાર થયા હતા અને વહેલી સવારના સાડા ચાર વાગ્યે આ બસ ડીસા બસ સ્ટેન્ડ પર પહોંચી ત્યારે બસના કંડક્ટર દ્વારા છેલ્લી સીટ પર બેઠેલા આ બંને મુસાફરોને ચા પાણી માટે જગાડવા જતાં ખુશ્બુ રાણા અને વિપુલ રાણા સીટની નીચે પડી ગયેલા જણાયા હતા. જેથી કંડકટરે આ ઘટના અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં એમ્બ્યુલન્સે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરતાં આ બંને યુવક અને યુવતીના મૃત્યુ નીપજી ચૂક્યા હતા.
બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે
આજરોજ સવારે બનેલી યુવક-યુવતીની આત્મહત્યા (deesa suicide case)ની ઘટનાની જાણ ડીસા શહેર ઉત્તર પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ઉત્તર પોલીસ મથકથી પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી મૃતકોના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયા હતા. તપાસ કરતાં આ બંને યુવક યુવતીઓ રાધનપુરના વિપુલ રાણા અને ખુશ્બુ રાણા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક તેના પરિવારજનોને જાણ કરી હતી. વિપુલ રાણા અને ખુશ્બુ રાણાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે.
પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો
આ ઘટના બન્યા બાદ મૃતક યુવક અને યુવતીના પરિવારજનો રાધનપુરથી ડીસા આવ્યા હતા. ઘટનાને પગલે બંને પરિવારો શોકમાં હોવાથી કેમેરા સામે કઈ બોલી શક્યા નહોતા, પરંતુ વિપુલ અને ખુશ્બુ વચ્ચે પરિવારની જાણ બહાર પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને આજે પરિવારને કહ્યા વગર આ બંને ઘર છોડીને ભાગી ગયા હતા અને વહેલી સવારે ડીસા પોલીસ દ્વારા જાણ થતાં તેઓ ડીસા પહોંચ્યા હતા.
આ પણ વાંચો:
Google Pixel Watch: મેમાં આવી શકે છે ઘણી સારી ખૂબિ ધરાવનાર Googleની સ્માર્ટવોચ
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક