ETV Bharat / state

ડીસાના રહેણાંક વિસ્તારના મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગી, કોઈ જાનહાનિ નહીં - gujarati news

બનાસકાંઠાઃ ડીસામાં આવેલ યોગેશ્વર સોસાયટીમાં આજે વહેલી સવારે IDEA કંપનીના મોબાઈલ ટાવરમાં શોર્ટ સર્કિટથી અચાનક આગ લાગી હતી. જેથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો.

uddenly fire broke the mobile tower
author img

By

Published : Aug 17, 2019, 12:53 PM IST

ડીસા શહેરમાં અનેક જગ્યાઓ પર મોબાઈલ કંપનીઓ દ્વારા ઠેર ઠેર મોબાઇલ ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડીસામાં આવેલા મોબાઈલ ટાવરો હટાવવા બાબતે સ્થાનિક તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આજે સવારે ડીસાની યોગેશ્વર સોસાયટીમાં આવેલ IDEA કંપનીના મોબાઈલ ટાવરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

ડીસાના રહેણાંક વિસ્તારના મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગી, કોઈ જાનહાનિ નહીં

આ બાબતે સ્થાનિક લોકોએ તાત્કાલિક મોબાઈલ ટાવરના ટેક્નિકલ તરીકે ફરજ બજાવતા રાહુલને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ ટેકનિશિયને આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટરને જાણ કરતા ઘટના સ્થળે આવી આગને કાબુમાં લીધી હતી. જ્યારે આ બાબતે IDEA કંપનીમાં ટેક્નિકલ તરીકે ફરજ બજાવતા રાહુલ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જ્યારે વધુમાં કોઈ જ પ્રકારની જાણકારી આપવાની ના પાડી હતી.

સોસાયટીના લોકોએ રહેણાંક જગ્યા પર બનાવેલ ટાવર બાબતે સ્થાનિક તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં આ ટાવર હટાવવા આવતું નથી. ત્યારે આજે સવારે લાગેલી આગથી લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. હાલ લોકોની તાત્કાલિક માગ છે કે, IDEA કંપનીના આ મોબાઈલ ટાવરને હટાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ધટના ન બને.

Intro:એપ્રુવલ બાય.... ડેસ્ક

એન્કર... ડીસા માં આવેલ યોગેશ્વર સોસાયટીમાં આજે વહેલી સવારે idea કંપનીના મોબાઈલ ટાવર શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી આ આગ લાગતા યોગેશ્વર સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો. આ બાબતે અહીંયા મોબાઇલ ટાવર માં જોબ કરતા ટેકનિશિયન પણ કહેવાનો ઇનકાર કર્યો હતો....

Body:વિઓ.... ડીસા શહેરમાં અનેક જગ્યાઓ પર મોબાઈલ કંપનીઓ દ્વારા ઠેર ઠેર અનેક જગ્યાઓ પર મોબાઇલ ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોએ આ ટાવરોના કારણે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. ડીસામાં આવેલા મોબાઈલ ટાવરો હટાવવા બાબતે સ્થાનિક તંત્રને અનેકવાર રજુવાત કરવા છતાં આજદિન સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજરોજ સવારે ડીસાની યોગેશ્વર સોસાયટી માં આવેલ આઈડિયા કંપની ના મોબાઈલ ટાવરમાં અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હતી જેના કારણે યોગેશ્વર સોસાયટી ના લોકોમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો આ બાબતે સ્થાનિક લોકોએ તાત્કાલિક મોબાઈલ ટાવરના ટેક્નિકલ તરીકે ફરજ બજાવતા રાહુલ ને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટર ને જાણ કરી હતી અને ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી અને આગને કાબુમાં લીધી હતી. જ્યારે આ બાબતે આઈડિયા કંપનીમાં ટેક્નિકલ તરીકે ફરજ બજાવતા રાહુલ ઠાકોરે જણાવ્યું હતું કે આજે સવારે શોર્ટ સર્કિટ ના કારણે આ આગ લાવી હતી જ્યારે વધુમાં કોઈ જ પ્રકારની જાણકારી આપવાની ના પાડી હતી..

બાઈટ... રાહુલ ઠાકોર
( ટેક્નિશિયન, આઈડિયા કંપની )

Conclusion:વિઓ... ડીસામાં આવેલ યોગેશ્વર સોસાયટી ના લોકોએ આઈડિયા કંપનીનું ટાવર પોતાની રહેણાંક જગ્યા પર બનાવતા આ બાબતે સ્થાનિક તંત્ર ને અનેકવાર રજુવાત કરવા છતાં આ ટાવર હટાવવા આવતું નથી ત્યારે આજે સવારે લાવેલી આગના કારણે યોગેશ્વર સોસાયટી ના લોકોમાં અફડાતફડી નો માહોલ છવાયો હતો. ત્યારે ડીસા ફાયર ફાઇટર દ્વારા તાત્કાલિક આ આગને કાબુમાં લેવામાં આવતા મોટી ઘટના બનતા અટકી હતી. ત્યારે હાલ તો આ વિસ્તારના લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક આઈડિયા કંપનીના મોબાઈલ ટાવરને હટાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી ઘટના ન બને..

બાઈટ... જયેશ કાનુડાવાલા
( સ્થાનિક )

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

એપ્રુવલ બાય.... ડેસ્ક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.